SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧-૨૬. અષ્ટમીના ચંદ્રના ભ્રમથી. લલાટ પર તિલક કરેલું છે કવિ કહે છે કે તિલક નથી પણ આશ્ર્વનક્ષત્ર છે જે (અષ્ટમીના ચંદ્ર અને લલાટ વચ્ચે સાદેશ્ય હોવાથી) લલાટને ભૂલથી ચંદ્રમાં અર્થાત પોતાનો પતિ સમજીને એની પાસે આવ્યું છે. (“આર્કા નક્ષત્ર' એ એક જ તારાનું છે એટલે જ “તિલક'નું ઉપમાન થઈ શકયું છે,-એ ધ્યાનમાં રાખવું). ૬૦-૨૧. અનિમેષ નેત્રે...ઈત્યાદિ. એમ કહીને જાણે બોલ્યા વિના હૃદયના સંદેશા મોકલવા લાગ્યા ! આને અંગ્રેજીમાં Speechless messages' કહે છે. જુઓ, "I did receive fair speechless messages” (Merchant of Venice.) "She speaks, yet she says nothing; what of that? "Her eye discourses, I will answer it" (Romeo and Juliet). ૬૧-૩. સંસારીજીવ અને ભવિતવ્યતા. આ બંને “ઉપમિતભવપ્રપંચાકથા'માં એના કર્તાએ પ્રપંચેલા પાત્રો છે. નરયોનિ. મનુષ્યભવ. ૬૧–૯. છાયાયુક્ત સૂર્ય. છાયા અને સંજ્ઞા-એમ બે સૂર્યની સ્ત્રીઓ છે. (“છાયા' થી “શનિ' નો જન્મ થયો છે.) ૬૧–૧૫. અમાસનો ચંદ્રમા...ઈત્યાદિ. અમાસનો ચંદ્રમા સૂર્યના કિરણને અટકાવી રાખે છે–ગ્રહણ કરતો જ નથી. (અમાસને દિવસે એને લીધે જ એ વરતાતો નથી. ચંદ્રમાને સૂર્યનું તેજ મળે તો જ પ્રકાશિત દેખાય. કારણ કે એને પોતાનું તેજ નથી. ત્યારે અત્યારે અંગ્રેજ લોકોએ શોધેલી કહેવાતી “The moon has no light (lustre) of its own' આ વાત પૂર્વે પણ લોકોની જાણ બહાર નહોતી એમ આ પરથી સિદ્ધ થાય છે. ૬૧-૨૧. કીર્તિયુક્ત શાશ્વત ધર્મ. હસ્તમેળાપ છુટે એ વખતે પુષ્કળ દાન દેવું એવો રાજાનો નિરંતરનો ધર્મ છે અને એમાંજ એમની કીર્તિ છે. ૬૨-૧૫. અહિં કવિએ શત્રુને જીતવા માટેના ચાર ઉપાયો કહેવાય છે તે બતાવ્યા છે; (૧) સામ, એટલે સંધિ અથવા સમાધાની; (૨) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૬૧
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy