SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ કામરૂપી હોય છે.) એ પ્રશ્નનો ઈંદ્રમહારાજે ઉત્તર આપ્યો હતો કે “અમારું સ્વર્ગમાં જે રૂપ હોય છે તે માનવજાતથી જોઈ શકાય જ નહિં, એટલું અમારૂં તેજ તીવ્ર હોય છે.” એ પછી ચક્રવર્તીની પ્રાર્થના પરથી એણે એને સ્વર્ગના તેજમાં ઝળહળી રહેલી કરીને પોતાની એક આંગળી બતાવી હતી. ૬૬-૧૯. સૌધર્મકભ. સૌધર્મ દેવલોક. ૬૬-૨૦. સનતકુમાર. એ એક ચક્રવર્તી રાજા થઈ ગયો. એને આખે શરીરે કોઈ આકરો કુષ્ટનો વ્યાધિ થયો હતો. પણ એ પોતાનાં આગલા ભવનાં અશુભ કર્મ ઉદયે આવ્યાં છે અને એ ભોગવ્યા વિના છુટકો નથી એમ સત્યપણે સમજી એ વ્યાધિનો પ્રતીકાર કરવા કોઈ વૈદ્યનું ઔષધ કરતો નહિં. એ વખતે એના મનની દઢતાની પરીક્ષા કરવા કોઈ દેવતા સ્વર્ગમાંથી વૈદ્યનું રૂપ લઈને એની પાસે આવ્યા હતા. વ્યાધિ જોઈ ઔષધ આપવા માંડ્યું પરન્તુ ચક્રવર્તીએ દલીલ પૂર્વક ના કહી ઔષધ લીધું નહિં; ને પોતે ધારે તો પોતાના જ મુખના થુંકથી પોતાની કાયા નિર્મળ કંચન જેવી કરી દેવાની પોતાની શક્તિ જાહેર કરી; અને થોડુંક કરી બતાવ્યું પણ ખરું.. ૬૬-૧૭. દુરભવ્ય (જન). જેનો ઘણે કાળે મોક્ષ થવાનો હોય એવો. અભવ્ય : જેનો મોક્ષ થવાનો જ નથી એવો. ભવ્ય : સામગ્રીને સદ્ભાવે જેનો તુરત મોક્ષ થવાનો છે એવો. ૬૭-૮. દેવીની પેઠે પુત્રની ખામી છે. દેવદેવીને પુત્ર પુત્ર્યાદિ સંતતિ હોતી નથી, તેમ મારે પણ નથી. ૬૭–૧૨. નિકાચિત કર્મ. નિશ્ચળકર્મ; અવશ્ય ભોગવવું પડે તે. નિકાચિત ન હોય તે તપશ્ચર્યાદિવડે ભોગવાઈ જવાય છે. ૬૮-૨૦. વિદેહભૂમિ. મહાવિદેહક્ષેત્ર. જમ્બુદ્વીપના ભરતક્ષેત્ર વગેરે સાત ક્ષેત્રો છે (જુઓ પૃષ્ઠ ૪ ની નોટ ૨) તેમાં એ ચોથું ને સૌથી મોટું છે. એ નીલવંત તથા નિષધ પર્વતોની વચ્ચે આવેલું છે. એના ચાર ભાગ છે:-પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ, ઉત્તર કુરૂ ને દેવ કુરૂ. એ મેરૂ પર્વતની ચારે દિશાએ આવી રહેલા છે. એમાંના પ્રત્યેકને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૬૩
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy