________________
છે. વળી એણે કુંભની ચોતરફ ઝરવા લાગેલું પાણી પણ કચોળામાં એકઠું કરી પીધું. બુદ્ધિમાને વાર શી ?
શ્રેણિક કુમારનું આવું અનુપમ બુદ્ધિબળ જોઈને તો રાજાના અંતઃકરણમાં જે આનંદ થયો તે તેમાં સમાયો પણ નહીં. કારણ કે ચંદ્રમાના ઉદયથી સાગર ઊભરાઈ-ઊભરાઈ જ જાય છે. પુનઃ તે વિચારવા લાગ્યો-આ તો આ પરીક્ષામાં પણ પૂર્ણ ફતેહમંદ નીવડ્યો; નિશ્ચયે કસોટીથી કસો કે અગ્નિને વિષે આંચ ધો પણ સુવર્ણ તો સુવર્ણ જ રહેવાનું. (ત્યારે હવે એક છેલ્લામાં છેલ્લું કરવાનું છે તે કરી લઉં) કર્મશાસ્ત્રને વિષે નિપુણ એવો પુરુષ જેમ કર્મબંધાદિકને વિચારે તેમ સર્વને વિષે શ્રેષ્ઠ એવું જે મહત્ત્વ-રાજ્યલક્ષણ તે સંબંધી વિચાર મારે કરવો જોઈએ. એમ ધારીને તેણે કુમારોને કહ્યું-જેમ શિષ્યો પોતાના ગુરુના ચરણ પ્રક્ષાલે તેમ તમે પણ હેમકુંભમાં જળ ભરી લાવીને મારા ચરણનું પ્રક્ષાલન કરો. એ સાંભળીને અન્ય સર્વ કુમારોએ ભાર વહન કરનાર મજુરની પેઠે પોતપોતાને કંધે કળશ મૂકી લઈ આવીને પિતાના ચરણનું પ્રક્ષાલન કર્યું.
પણ શ્રેણિક તો પોતાના મિત્ર મંત્રીપુત્રને ખભે કળશ મૂકીને લાવ્યો. જુઓ ! અયોગ્ય એવા શિશુની આવી યોગ્ય ચેષ્ટા ! તેણે રાજ્યાભિષેક સમયે આદીશ્વરપ્રભુના લક્ષ્મીવંત અને વિબુધાર્ચિત ચરણને યુગલીઆ જેવી રીતે પ્રક્ષાલન કરે તેવી રીતે પિતાના લક્ષ્મીવંત અને વિબુધાર્ચિત ચરણને પ્રક્ષાલન કર્યા. શ્રેણિકનું આવું આચરિત જોઈને રાજાએ, અંગને વિષે હર્ષ ઊભરાઈ જવાથી, શીષ હલાવ્યું; તે જાણે એ હર્ષને પૂરેપૂરું સ્થાન આપવાને (સમાવી દેવાને) જ હોય નહીં ! વળી તે વિચારવા લાગ્યો “અહો ! ધન્ય છે એના શૌર્યને, એની બુદ્ધિને અને એના નેતૃત્વને ! એ સર્વ એનાં અપૂર્વ છે. ત્રણત્રણ વારની પરીક્ષાથી એની યોગ્યતા નિશ્ચયે ઠરી ચૂકી છે. ખરેખર ત્રણવાર બોલીને કરેલું સર્વ નિશ્વળ થાય છે. સર્વ કુમારોમા આ જ રાજ્યલક્ષ્મીને દીપાવનાર થશે;
૧. વિબુધ (૧) દેવ-(એમણે પૂજન કરેલા) ૨. વિદ્વાન્ લોકો-(એમનાથી સેવાતા). ।
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૨