________________
અને તિર્યંચમાં કંઈ પણ અંતર નથી. (કુળાચાર નહીં પાળનારા તિર્યંચ જેવા સમજવા.)
એ લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા એટલે સુલસે એમને કહ્યુંશું આપણા પૂર્વજો પંગુ, વ્યાધિગ્રસ્ત, અન્ધ કે દરિદ્રી હોય તો એમના વંશજોએ પણ શું એવા થવું ? ગાડરીઓ પ્રવાહ તો મૂર્ખાને જ શોભે. નરકની ગતિએ લઈ જાય એવો કુળાચાર શા કામનો ? સઘ પાચન ન થાય એવું ભોજન, ઉત્તમ હોય તોપણ શા કામનું ? વળી મારા પિતાનું આવું પાપકાર્યોથી ઉત્પન્ન થયેલું દુ:ખ તમે જોયું છે છતાં પણ તમે આમ મૂર્ખતાભર્યું કેમ બોલો છો ? અથવા તો બહુ શું કહેવું ! આવું અતિશય ઘોર અને અશુભ ફળ આપનારું કાર્ય હું કરવાનો જ નથી. મિથ્યા આગ્રહને વળગી રહીને પુનઃ પણ સુલસના બન્ધુઓએ એને કહ્યું-તું પાપકાર્યોથી ડરે છે માટે નિશ્ચયે તું બીકણ છો. સર્વ પાપ અમે ભેગા મળીને વહેંચી લઈશું. તારે તો આ બાબતમાં ગંગાસ્નાન જ છે. (તારે માથે કંઈ નથી.) જેવી રીતે શ્રીકૃષ્ણે રાહુનું શીષ છેવું તેવી રીતે તારે ફક્ત એક પાડાનો શિરચ્છેદ કરવાનો છે; પછીનું તો સર્વ અમો કરી લેશું.
આવું સાંભળીને તો એમને પ્રતિબોધ પમાડવાને મહાત્મા સુલસે સઘ પોતાના પગ પર એક કુહાડાવતી પ્રહાર કર્યો. (આવા ઉત્તમ પુરુષોમાં શું સત્ત્વ નથી હોતું ?) એટલે પ્રહારની વેદનાને લીધે તે પૃથ્વી પર પડી ગયો અને કરૂણસ્વરે રૂદન કરવા લાગ્યો-હે બન્ધુઓ ! મને આ પગમાં બહુ જ પીડા થાય છે; માટે ગોત્રજો વિભૂતિ-સુખમાં ભાગ પડાવે છે તેમ તમે એ મારી પીડા ભાગ પાડીને વહેંચી લો; કે જેથી હું ક્ષણમાત્રમાં સાજો થાઉં. એ સાંભળી પેલાઓએ કહ્યું-પારકી પીડા કોણ લેવાને સમર્થ છે ? ભરસમુદ્રમાં અગ્નિ લાગે તેને કોણ બુઝવી શકે ?
સુલસે કહ્યું–જ્યારે તમે એ મારું દુઃખ લેવાને શક્તિમાન નથી ત્યારે પ્રાણીના વધથી ઉત્પન્ન થનારું દુ:ખ તમે કઈ યુક્તિથી લઈ લેવા સમર્થ થશો ? નદીના જળમાં ડુબતો છતાં જે પ્રાણી બહાર નીકળી જઈ શકતો નથી તે સમુદ્રના જળના પુરમાંથી તો ક્યાંથી જ નીકળી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૫૧