________________
શકશે ? જે કાર્ય જે પ્રાણી કરે છે તે કાર્યનું ફળ એ પ્રાણીને જ ભોગવવાનું છે : અગ્નિમાં પ્રવેશ કરે છે તેજ બળી જાય છે; તટસ્થ (બાજુએ ઊભેલા) હોય છે એમને કંઈ નથી. પ્રાણી એકલો જ આ સંસારમાં આવે છે અને જાય છે પણ એકલો જ. વળી સમુદ્રને વિષે માછલું એકલું ફર્યા કરે છે તેમ એ આ સંસારમાં એકલો જ પરિભ્રમણ કર્યા કરે છે. એ પ્રાણીને દુર્ગતિમાં પડતાં માતા, પિતા, ભ્રાતા, મિત્ર કે સ્વામી કોઈ પણ ધારી રાખી શકતું નથી. ફક્ત એક ધર્મ જ પ્રાણીને (દુર્ગતિમાંથી) ધારણ (રક્ષણ) કરી શકે છે; સમુદ્રમાં પડેલાને મહાન્ પ્રવહણ (વહાણ) રક્ષણ કરે છે તેમ. માટે એવો કસાઈનો વ્યાપાર ત્યજી દઈને ધર્મને વિષે પ્રયત્ન કરો; વિષનો પરિત્યાગ કરીને અમૃતને ગ્રહણ કરો.
:
આવાં આવાં મનોહર વાક્યો સંભળાવીને સુલસે પોતાનાં બન્ધુઓને પ્રતિબોધ પમાડ્યા કારણ કે અભયકુમાર જેવાથી જેને બોધ થયો તેનામાં અન્યને પ્રતિબોધ પમાડવાનું સામર્થ્ય આવે એમાં કાંઈ આશ્ચર્ય નથી.
પછી સર્વ પાપાચરણને ત્યજી દઈને, ધર્મને જ સારભૂત માન્યો છે જેણે એવા અભયકુમારને પોતાના ગુરુ માની, મેરૂપર્વત સમાન અચળ સમક્તિવાળો સુલસ નિત્ય હર્ષથી વિધિ પ્રમાણે શ્રાદ્ધધર્મ પાળવા લાગ્યો.
૨૫૨
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો પાંચમો સર્ગ સમાપ્ત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)