SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાઓના ગાયકો ગાતા હોય નહીં એવા છે. આ રૂપ જે મારી દષ્ટિએ પડે છે તે પણ દેવતાઓના રૂપ જ હોય નહીં એવાં છે; એવાં પૂર્વે ન જોયેલાં રૂપનું મૂલ્ય પણ આંકી શકાય એમ નથી. મારા જન્મમાં તો મેં આવું સુખ કદાપિ અનુભવ્યું નથી; જ્યારે ભાગ્યમાં હોય છે ત્યારે જ દશા વળે છે. હે પુત્ર, તારા જેવા સુપુત્રે મને પ્રથમથી જ વિના કારણે શા માટે આવાં સુખથી દૂર રાખ્યો? પિતાની આવી ચેષ્ટા તથા વચનો જોઈને તુલસને વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય એમ વિચારવા લાગ્યો : અહા ! મારા પિતાને આ જ ભવને વિષે હિંસાના મહા પાપનું કેવું ફળ મળ્યું ? વળી ભવાન્તરને વિષે પણ કાળ, મહાકાળ આદિ દુર્ગતિને વિષે દુઃખ સહન કરતાં એનું શું થશે ? સુલસ આમ ચિત્તવન કરતો હતો અને અન્ય સ્વજનો આકંદ કરતા હતા એવામાં તો કાલશૌકરિક એક પણ શરણ લીધા વિના પંચત્વ પામ્યો; અને અપ્રતિષ્ઠાન નામની સાતમી નારકીને વિષે તેત્રીશ સાગરોપમને આયુષ્ય ઉત્પન્ન થયો. પછી સર્વ બાધવોએ મળીને સુલસને કહ્યું-હે સુબુદ્ધિ ! ક્રમે કરીને પ્રાપ્ત થયેલ તારા પિતાનું પદ તું હવે સ્વીકાર. તારી જ કૃપા વડે સ્વજનો અને સેવકો આજીવિકા ચલાવે છે; તો પ્રભુત્વ અને લોકોને સંતોષ-એ ઉભય જાણતો છતાં તું શામાટે નિરૂધમી રહે છે ? કાલશૌકરિકને સ્થાને તું હવે અમારો થા; કારણકે નીતિશાલિ પુરુષો સ્વામીના પુત્રને સ્વામીની સમાન રાખવાનું કહે છે. સુલસે કહ્યું-તમે આ કહ્યું તે મને ગમતું નથી; કારણ કે હું આ પાપકર્મ કોઈ રીતે કરવાને ઉત્સુક નથી. જીવનો ઘાત કરીને પ્રભુત્વ અને બંધુઓનું પોષણ કરવું-એ ઉભયથી સર્યું (એ બંને માટે કામના નથી.) કારણ કે એ બંને દુર્ગતિના હેતુભૂત છે. એના બાધવોએ સુલસને કહ્યું-શું તારા પૂર્વજો મૂર્ખ હતા કે જેમણે સ્વજનોને અને ઈતર લોકોને આધારભૂત એવું આ કાર્ય અત્યારસુધી કર્યું છે ? પણ તું પંડિત ઠર્યો; અથવા તો તારું પાંડિત્ય જાણ્યું ! તુંજ અમને ગળે પકડીને તારી પોતાની સાથે અમારો પણ વધ કરવા તૈયાર થયો છે ! યથાસ્થિત કુલાચારને પાળે તેજ પુત્ર કહેવાય છે; કુળાચાર નહીં પાળનારા મનુષ્યો ૨૫૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy