________________
શય્યાને વિષે સુવરાવવા લાગ્યો, પણ એવા એવા મનોજ્ઞ શબ્દાદિ સુદ્ધાં અનેક પાપના ભારવાળાને પ્રતિકૂળ લાગ્યા; પિત્તના વ્યાધિવાળાને સાકર લાગે તેમ. એને ન જાગવું ગોઠતું કે ન ઉંઘવું ગોઠતું; ન બેસવું ગમતું કે ન ઉઠવું ગમતું નહોતું એને જમવાનું ગમતું કે નહોતું ભૂખ્યું ગમતું.
પોતાના પિતાની આવી આવી ચેષ્ટાઓ જોઈને પુત્ર સુલસને ભય લાગ્યો; અથવા તો શ્રેણિબંધ ઉત્પાત જોઈને કયો માણસ ક્ષોભ ન પામે ? સુલસે જઈને સર્વ હકીકત અભયકુમારને નિવેદન કરી; અથવા તો નન્દાના નન્દન (અભયકુમાર) વિના અન્ય કોણ ગૂંચ કાઢી શકે ? ઉત્પત્તિકી આદિ બુદ્ધિઓએ સંપન્ન એવા એ મંત્રીશ્વરે કહ્યુંઅનેક પ્રાણીઓનો વધ કરતાં તારા પિતાએ જે ઘોરપાપ ઉપાર્જન કર્યું છે તે, ભરેલા કુંભમાં જળ સમાતું નથી તેમ, સાતમી નારકીમાં પણ સમાયું નથી; અને આજ ભવમાં તારા પિતાની પાસે આવીને ઊભું રહ્યું છે. કારણ કે અત્યંત ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ આજ ભવમાં ત્રણ વર્ષમાં, ત્રણ માસમાં, ત્રણ પક્ષમાં, અથવા ત્રણ દિવસમાં મળે છે. માટે એને હવે અતિ બિભત્સ વસ્તુઓનો અનુભવ કરવો; કારણ કે સન્નિપાતવાળાને કટુ ઔષધ જ અપાય છે.
એ પરથી એ સુલસે ઘેર જઈ અભયકુમારના વચન પર શ્રદ્ધા રાખી પિતાને અતિ તીક્ષ્ણકંટકની શય્યાને વિષે સુવાડ્યા; અત્યંત દુર્ગધ મારતા પરિષવડે એના અંગ પર વિલેપન કર્યું; નીરસ, કુત્સિત અને તીખું ભોજન આપ્યું; અત્યંત ખારું, ઉષ્ણ અને તીખું જળ પીવાને આપ્યું; ઊંટ ખર પ્રમુખના કર્કશ શબ્દો શ્રવણ કરાવ્યા; કાણા-વામનપંગુઅબ્ધ વગેરેનાં રૂપ દેખાડ્યાં. એ સર્વને કાલશૌકરિક કસાઈ, પાપના ઉદયને લીધે, સુખરૂપ અનુભવવા લાગ્યો. એણે કહ્યું- હે પુત્ર ! આ શચ્યા અતિસુંદર અને માખણથી પણ કોમળ છે; આ સુગન્ધી વિલેપન નાસિકાએ પાન કરવા લાયક છે. આ ભોજન છે તે અતિ સ્વાદિષ્ટ અને દેવતાઓના ભોજનથી પણ ઉત્કૃષ્ટ છે. વળી આ જળ તો કેવળ ઠંડુ અને જાણે માનસરોવર થકી આણેલું હોય એમ મનપસંદ છે, આ શબ્દો પણ શ્રવણ ગોચર થાય છે તે અમૃત સમાન મધુર અને જાણે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૯