________________
મારું મૃત્યુ થાય. રાજાએ “એ પાપી આ પાપ કર્યા કરતો કોઈ રીતે અટકવાનો નથી” એમ વિચારીને એને નરક સમાન કુવામાં નંખાવ્યો. હે પાપી ! પ્રાણીઓનો વધ કરે છે એથી તું નરકને વિષે જ જઈશ એમ કહેતા હોય નહીં એમ એને આખો દિવસ અને રાત્રિ ત્યાં રાખ્યો અને જઈને ભગવંતને વાત કરી કે એ કાલશકરિક પાસે એની વૃત્તિ છેલ્લા આઠ પહોર સુધી તો પડતી મુકાવી છે. પણ જિનેશ્વર ભગવંતે કહ્યું- હે રાજન ! એણે તો કુવામાં રહ્યા છતાં પણ માટીના પાંચસો પાડા બનાવીને એમનો વધ કર્યો છે. એ મહીપતિ આ કાલશૌકરિક અને કપિલા બંને અભવિ છે, અપવિત્ર વસ્તુ ખાનારા શ્વાનોની પેઠે એ બંનેએ પોતાનો મૂળ સ્વભાવ ત્યજવાના નથી. બનવાની વસ્તુ અવશ્ય બને જ છે; અન્યથા થતી નથી. આ પ્રમાણે પ્રભુનો પ્રતિબોધ પામીને રાજા નમન કરીને સ્વસ્થાનકે ગયો. ભગવાન વીરજિનેશ્વર પણ ભવ્યજનોને પ્રતિબોધ પમાડવા અન્યત્ર વિહાર કરી ગયા; અથવા તો સૂર્યને સર્વ જગત પર પ્રકાશ કરવાનો છે.
હવે કેટલેક કાળે પેલા કાલશૌકરિકને મૃત્યુ પાસે આવ્યું; કારણ કે પ્રાણી માત્રની એ જ પ્રકૃતિ છે. હંમેશાં પાંચસો પાંચસો પાડાનો વધ કરવાથી એણે જે પાપ બાંધ્યું હતું તે હવે આવીને ઊભું રહ્યું. એના પ્રભાવથી એના શરીરમાં મહાન વ્યાધિઓ ઉત્પન્ન થયા એની એને વ્યથા થવા લાગી; અથવા તો જેવું આપ્યું હોય તેવું જ મળે છે. હે માતા ! હે પિતા ! હે આજ્ઞાંક્તિ સુલસ ! હું વગર રક્ષાએ મૃત્યુ પામું છું-એમ એ વારંવાર આક્રંદ કરવા લાગ્યો; અને એની પાસે બેઠેલા બીજાઓ પણ એના દુઃખે દુઃખી હોઈને આંસુ લાવીને રૂદન કરવા લાગ્યા. એનો પુત્ર સુલસ તો પોતાના પિતાને સુખ વર્તાય એટલા માટે વેણુ-વીણા-મૃદંગ આદિ વાજીંત્રો વડે, અને અત્યંત સુંદર અને લાવણ્યવતી વેશ્યા સ્ત્રીઓના ગાયન વડે, સંગીત કરાવવા લાગ્યો. વળી કપુર, કસ્તુરી મિશ્રિત ચંદનના રસ વડે પિતાના શરીર પર વિલેપન કરવા લાગ્યો અને એની નાસિકા આગળ ઉત્તમ ધૂપ બાળવા લાગ્યો; મધુર અને નાના પ્રકારના ભોજન જમાડવા લાગ્યો અને અત્યંત કોમળ
વધુ વીણા-મૃધ આ બસ ને પોતા કોઈને આંસુ
૨૪૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)