________________
ગ્રહણ કરીશ કારણ કે અન્યથા મારા જેવાઓની શુદ્ધિ થાય નહીં. એ સાંભળી રાજાએ આદર સહિત તેની પ્રશંસા કરી કે-પુણ્યવાનું જીવના જેવા લક્ષણવાળા એવા તને ધન્યવાદ ઘટે છે કારણ કે એક જ વારના વ્યસનથી" તને ક્ષણ માત્રમાં કસુંબાના વસ્ત્રની પેઠે વિરાગિતા ઉત્પન્ન થઈ છે.
પછી રાજાના આદેશથી અભયકુમાર તસ્કરની સાથે ચાલ્યો તેને એ પોતાના આશ્રમે લઈ ગયો. લોકો પણ કૌતુકને લીધે તેમની પાછળ ગયા; કારણ કે જનસમૂહનો સ્વભાવ એવો હોય છે કે તેઓ વગર બોલાવ્યું પણ નૃત્ય કરવા મંડી જાય છે. ત્યાં એ ચોરે ખાડાને વિષે, પર્વતોને વિષે અને સરોવરના તટને વિષે, તથા કુંજ-ગુહા અને વનને વિષે દાટેલું સર્વ ધન ન્યાસની પેઠે રાજપુત્રને અર્પણ કર્યું. સુનીતિમાનું કુમારે પણ જે જેનું હતું તે તેને આપી દીધું. પણ પોતે તો એક શેષપૂર પણ ઘેર લઈ ગયો નહીં. કારણ કે અન્યથા શું સકળ વિશ્વને વિષે ન્યાયઘંટા વાગે ખરી ? પછી રોહિણેયે પોતાના બાંધવોને સમગ્ર વૃત્તાન્તા યથાસ્થિત કહીને પોતાનો અભિપ્રાય જણાવી એમને પ્રતિબોધ આપ્યો; કારણ કે ભગવાનના પ્રસાદથી એને પણ કંઈક કૃપા ઉત્પન્ન થઈ હતી. પછી અત્યંત હર્ષને લીધે મગધેશ્વરે પોતે એ રૌહિણેયનો ઉત્તમ નિષ્ક્રમણોત્સવ કર્યો; કારણ કે જે પોતાનો કટુસ્વભાવ ત્યજી દઈને ક્ષણવારમાં આમ્રવૃક્ષના સ્વભાવને પામ્યો એ કેમ ન પૂજાય ?
પછી જગતના એક નાયક એવા શ્રી વર્ધમાન સ્વામીએ એ લોહખુરના પુત્ર રોહિણેયને દીક્ષા આપી. અહો ! આ ચોર જેવાનું પણ ભવિતવ્યતાના યોગે કેવું કેવું કલ્યાણ થયું ! એ મહામુનિએ દીક્ષા ગ્રહણ કરી વૈરાગ્યને લીધે એક દિવસના ઉપવાસથી આરંભીને છ માસ પર્યન્તના ઉપવાસ કરવાપૂર્વક અતિદુષ્કર એવી તપશ્ચર્યા કરી; કારણ કે ધર્મી જીવ મોક્ષને પ્રાપ્ત કરવાને માટે શું શું નથી કરતો ? પ્રાંતે
૧. વ્યસન. (૧) દઢપણે લગાવવું અથવા પાસ દેવો; (૨) દુ:ખનો અનુભવ. ૨. વિરાગિતા. (૧) વિશેષ રંગ (લાલચોળ રંગ); (૨) વૈરાગ્ય. ૩. થાપણ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૫