________________
કરી ઘેર આવ્યો અને પેલા રૌહિણેયને સત્વર રાજાને કહીને બન્દિખાનેથી મુક્ત કરાવ્યો; અથવા તો એ હવે સંસારરૂપી બન્દિખાના થકી પણ મુક્ત થશે.
હવે બન્દિગૃહથી મુક્ત થયેલો રૌહિણેય પણ શ્રી જિનેશ્વર પાસે જઈ તેમને નમસ્કાર કરી વિનય સહિત વિજ્ઞાપના કરવા લાગ્યો-હે વિભો ! આપની યોજન પર્યન્ત વિસ્તાર પામતી વાણી જગત્રયને વિષે જયવન્તી વર્તો. અભયકુમારની બુદ્ધિએ રચેલી જે મોટી કપટમય પાશને વિષે રાજાઓ અને હસ્તિ પ્રમુખ બંધાઈ જાય છે તેને વિષે મારા જેવો એક દીન મૃગ પડ્યો હતો-તે આપની વાણીરૂપી કાતર ન હોત તો તેમાંથી ક્યારે પણ છૂટી શકત નહીં. મેં શ્રદ્ધા વિના પણ આપની વાણીરૂપી અમૃતનું પાન કર્યું તો આ મૃત્યુથી છૂટ્યો; માટે હે નાથ ! આપ હવે એવું બતાવો કે જેથી હું જન્મ-જરા-મૃત્યુથી સંકુલ એવા આ સંસારથી મુક્ત થાઉં. એ પરથી શ્રી જિનભગવાને તેના પર કરૂણા લાવી સમ્યક્ત્વમૂલ યતિધર્મનો આદેશ કર્યો. કારણ કે અખિલ વિશ્વને વિષે પોતાના કિરણના સમૂહવડે ઉદ્યોત કરતો એવો સૂર્ય કદિ પણ માતંગના ઘરને ત્યજી દે ખરો ? “જ્યારે હું વિરતિને યોગ્ય થાઉં ત્યારે, હે પ્રભો ! આપ મને એ આપજો.” એમ રૌહિણેયે વિજ્ઞાપના કર્યાથી શ્રી ભગવાને કહ્યું-હે ભદ્ર ! તું નિશ્ચયે એને યોગ્ય જ છે.
પછી એણે કહ્યું-ત્યારે હું આપની પાસે દિક્ષા ગ્રહણ કરીશ, પણ મારે થોડી રાજાને વાત કહેવાની છે એટલે રાજાએ પણ કહ્યું-હે પૂજ્યતાના નિધાન ! તારે કહેવું હોય તે નિઃશંક થઈ કહે. પેલો કહેહે રાજન્ ! આપે જેના વિષે સાંભળ્યું છે તે રૌહિણેય નિશ્ચયે હું પોતે જ છું. ‘વિષમેષ કામદેવ ચારિત્રરત્નને લૂંટે છે તેમ મેં આપના આખા નગરને લૂંટ્યું છે.' હે મહીપતિ ! વિપત્તિને દળી નાંખનારી એવી શ્રી વીરપરમાત્માની વાણીને ફક્ત એક જ વાર સાંભળવાથી મેં, મહા ગારૂડવિધા સર્પનો પરાભવ કરે છે તેમ અભયકુમારની બુદ્ધિનો પણ પરાભવ કર્યો છે. માટે આપના કોઈ વિચક્ષણ પુરુષને મારી સાથે મોકલો કે જેથી હું તેને મારી સર્વ લૂંટ બતાવી દઉં. પછી હું પ્રભુ પાસે વ્રત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૯૪