________________
પણ હોય તો સર્વ લોકપાળો અને દશે દિગપાળો એ મારું ચેષ્ટિત જાણતા હશે તેથી હું કહો તો વિષમ એવું પણ દિવ્ય કરું અથવા વિશ્વાસયુક્ત એવા દેવતાનો સ્પર્શ કરું.” એ સાંભળી કુમારે તો જાણ્યું કે આના શરીરની ગૌરતા-તેજ-લાવણ્ય અને સુંદર આકૃતિથી અનુરાગી થઈને પિતાએ જ આ કાર્ય કર્યું હશે, નહીં તો એની આવી દઢતા ક્યાંથી હોય ? પણ એણે એને તો એમ કહ્યું કે-બહેન ! તું સત્ય કહેતી હોઈશ તથાપિ આ ચોરીની વસ્તુ તારી પાસે જોવા છતાં હું તને કેવી રીતે છોડી શકું ? માટે હમણાં રાજા પાસે ચાલ ત્યાં એમને આ વાત જણાવ્યા પછી સર્વ સારું થશે” એમ એને સમાશ્વાસન આપીને રાજા પાસે લઈ ગયો. કારણ કે સુપુત્રો હંમેશાં પિતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા હોય છે.
પુત્ર ત્યાં જઈ પિતાને પ્રણામ કરી ઊભો રહ્યો એટલે રાજાએ કહ્યું- હે બુદ્ધિરૂપી કમલિનીને સૂર્ય સમાન એવા પુત્ર ! તે ખરેખર આ તસ્કરરાજને પકડી કાઢ્યો જણાય છે; નહીં તો મુખ પર આવી રક્તતા ક્યાંથી હોય ?” હાજર જવાબી પુત્ર-મંત્રીશ્વરે કહ્યું-હા પિતાજી જેણે આપના મનની સાથે આ મુદ્રા પણ ગ્રહણ કરી છે તે આ જ ચોર.” નરપતિએ જરા હસીને કહ્યું- હે સુપુત્ર ! સત્ય છે; નિશ્ચયે એમજ છે. ગમે તેમ કરીને પણ હું એ સ્ત્રીને પરણવાને ઈચ્છું છું; કારણ કે હલકા કુળમાંથી પણ સ્ત્રીરત્નને ગ્રહણ કરવું એમ કહ્યું છે. પછી રાજપુત્રે એ કુમારીકાના ભયાતુર માતપિતાને બોલાવીને કહ્યું-તમારી પુત્રીએ રાજાની વીંટી ચોરી છે; કારણ કે લોભને લીધે માણસ શું નથી કરતો ? માટે જો તમે તમારી પુત્રી રાજાને આપો તો તમારો છૂટકો થાય; અન્યથા નહીં. માટે જલદી વિચાર કરીને યોગ્ય લાગે તેમ કરો; કારણ કે બાળક અપરાધ કરે છે તો તેની શિક્ષા તેના માબાપને થાય છે” એ પરથી એ કન્યાના માતાપિતાએ વિચાર્યું–શક્તિથી કે ભક્તિથી પણ રાજા આપણી પુત્રીને જરૂર લઈ લેવાનો છે. માટે આપણે પોતે જ એને એ દેવી. કારણ કે હસતાં છતાં કે રડવા છતાં પણ પરોણો જ્યારે આવવાનો જ છે ત્યારે હસતાં છતાં આવે એજ સારો.” એમ વિચાર કરીને અંજલિ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૭૯