________________
જોડી એઓ બોલ્યાં
આ વસ્તુ નિશ્ચયે રાજની જ છે; કાગડાના માળામાં કોયલ ઉછરે છે તેમ અમારા ઘરમાં તો માત્ર એ ઉછરી જ છે. વળી, અમારી પુત્રીને એક રાજા જેવો વર મળે તો પછી અમારે ત્રણ ભુવનને વિષેથી કઈ વસ્તુ અલભ્ય રહી ? કારણ કે હવે તો અમને નવે નિધાન અને ચૌદ રત્ન પ્રાપ્ત થયાં ! અમારી પુત્રીને એક ભૂપતિ વર મળશે એવું અમે સ્વપ્નને વિષે યે ધાર્યું ન હોતું. કારણ કે કવચિત કદા પણ સ્ત્રીને ઈન્દ્ર પતિ પ્રાપ્ત થાય એવી કોઈ સંભાવના કરે ખરું ? માટે આ ઉત્તમ આચરણવાળી કન્યાને આપ એવી રીતે ગ્રહણ કરો કે એની બહેન રાજ્યલક્ષ્મીની સાથે રહે; અને અમે પણ કાશ્યપ મુનિની પેઠે આપના શ્વશૂરપણાને પામીએ.” પછી મહીપાળે એ કન્યાનું અતિ હર્ષ સહિત પાણિગ્રહણ કર્યું. અથવા તો આ પૃથ્વીને વિષે ગમે તેવી ઈચ્છા થાય તે રાજાને જ શોભે છે. પછી મગધરાજે કુલવાન્ એવી ચેલ્લા પ્રમુખ રાણીઓને વિષે પણ એને, અનુરાગને લીધે, પટ્ટરાણીનું પદ આપ્યું; કારણ કે પ્રેમવિહવળ માણસ કુલ-અકુલ જોતો નથી.
- હવે એ નવોઢા રાણીની સાથે સ્નેહને લીધે મનોહર એવા પાંચ પ્રકારના વિષય ભોગવતાં રાજાને શિયાળાના દિવસની જેમ આઠ વર્ષ ઝટ વહ્યાં ગયાં. એકદા એ હાર-જીત કરાવનારા પાસાઓ-વતી સર્વ રાણીઓની સાથે, ઈન્દ્ર રંભા પ્રમુખ દેવીઓની સાથે ક્રીડા કરે તેમ, હર્ષસહિત ક્રીડા કરવા લાગ્યો. ક્રીડાને વિષે સર્વેએ એવું પણ કર્યું કે જે જીતે તે હારનારની પીઠ પર બેસે; કારણ કે ઘુતને વિષે રાજા અને રંક બંને સરખા છે. પછી જ્યારે અન્ય સર્વ રાણીઓ જીતતી. ત્યારે પોતાનો જય થયો એમ સૂચવવાને પોતાના વસ્ત્રનો પ્રાંતભાગા રાજાના શરીર પર નાખતી; કારણ કે સર્વ ચેષ્ટા કુલને અનુસરીને હોય છે.
પણ જ્યારે પેલી વેશ્યા પુત્રી જીતી ત્યારે, ધિક્કાર છે તેને કે અન્ય રાણીઓની ઉત્તમ ચેષ્ટા જોઈ હતી છતાં પણ તક્ષણ મહીપતિની પીઠ પર ચઢી બેઠી; કારણ કે પોતાનો જે મૂળ સ્વભાવ હોય છે તેજ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૮૦