________________
ત્રૈવેયકથી અલંકૃત કરી, સ્તનમંડળનો મનહર હારથી અવરોધ કરી, બાહુયુગને શ્રેષ્ઠ કેયુર વડે શોભાવી, હસ્તકમળને કંકણોથી તથા અંગુલિકાને વાંકિત મુદ્રાથી વિભૂષિત કરી; વળી કટિપ્રદેશને વિષે સુંદર ઘુઘરીઓને લીધે શબ્દ કરતી મેખલા, ચરણને વિષે રણઝણાટ કરતા નૂપુરો, અંગે સુવાસિત વિલેપન તથા નિર્મળ કસુંબાના વસ્ત્ર ધારણ કરી, એ નવોઢા શ્રેષ્ઠિપુત્રી કલહંસીની સુંદર ગતિને પણ તુચ્છકારી કાઢે એવી રીતે પદન્યાસ કરતી (પગલાં મૂકતી) શયનગૃહને વિષે ગઈ.
ત્યાં આમ્રવૃક્ષના અંકુરો ખાવાથી મત્ત થયેલી કોકિલાના જેવા મધુર સ્વર વડે એણે પોતાના પ્રિય પતિને કહ્યું-હે પ્રાણનાથ ! પૂર્વે એકદા હું એક મોટા સંક્ટને વિષે આવી પડી હતી તે વખતે મેં બાગવાનની આગળ, પહેલાં તેની પાસે જવાની પ્રતિજ્ઞા કરી છે માટે હે આર્યપુત્ર ! કૃપા કરીને મને સત્વર આજ્ઞા આપો, કે જેથી આપના પ્રસાદથી તેની આગળ મારી પ્રતિજ્ઞા સત્ય ઠરે; કારણ કે માણસની પ્રતિજ્ઞા છે તેજ જીવતી રહે છે. જો કે હું તેની પાસે એક વાર જઈ આવવાની છું તો પણ નિશ્ચયે હું આપની જ છું એમ સમજજો; કારણ કે અલંકારો મહાત્ ઉત્સવોને વિષે બીજાઓ માગી લઈ જાય છે તો પણ એ એના ધણીના જ કહેવાય છે.” એ સાંભળીને એનો પતિ અતિ હર્ષ પામી વિચારવા લાગ્યો કે-અહો ! યુધિષ્ઠિરની પેઠે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તત્પર થયેલી આ સ્વર્ગગંગાના સમાન નિર્મળ આશયવાળી સ્ત્રીને ધન્ય છે !” એવો નિશ્ચય કરીને એણે સ્ત્રીને કહ્યુંહે પદ્મલોચના ! જા તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી આવ.” પ્રાયઃ લોકો પોતાનું બોલેલું ક્ષણવારમાં વૃથા કરનારા હોય છે; પણ સત્યને વિષે નિરત તો પાંચ છ જ હોય છે.
પછી ક્ષીરસમુદ્રથકી લક્ષ્મી નીકળી તેમ એ નવોઢા વાસમંદિર થકી નીકળીને જવા લાગી ત્યાં તો ક્ષણવારમાં એને દંડકાને વિષે કાઢી મૂકેલા ચરપુરુષો જ હોય નહીં એવા ચોરલોકો મળ્યા. “આપણે ઉત્તમ શકુન જોઈને નીકળ્યા છીએ કારણ કે આવો સાક્ષાત્ નિધાન પોતાની મેળે આવી મળ્યો, માટે એને એકદમ ઉપાડો-એકદમ ઉપાડો” એમ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૭