________________
કહીને એને ઉપાડી લઈ જવા લાગ્યા. એટલે એણે એમને કહ્યું-હે ભાઈઓ ! હું આવા કાર્યને અર્થે જાઉં છું; માટે ત્યાંથી પાછી આવું ત્યારે મારાં આભૂષણો તમે ભલે લઈ લેજો. એ સાંભળીને એઓએ એને જવા દીધી એટલે આગળ ચાલતાં, ઉંદરડીને વિકરાળ બિલાડો મળે તેમ, એને ક્ષુધાથી કૃશ થઈ ગયેલા ઉદરવાળો તથા અત્યંત ઊંડા જતાં રહેલાં નેત્રોવાળો રાક્ષસ મળ્યો. “કરંડીઆને વિષે રહેલી ઉંદરડી પોતાની મેળે એમાં છિદ્ર પાડીને બહાર નીકળતાં સર્પના મુખને વિષે પડે તેમ,
આ સ્ત્રી લાંઘણને લીધે બળી ગયેલું છે શરીર જેનું એવા મારા જેવાના હાથમાં, દૈવની સાનુકૂળતાને લીધે આવી છે,” એમ કહીને સિંહ મૃગલીને પકડે છે તેમ એણે એને ખાઈ જવાની ઈચ્છાથી પકડી રાખી, પણ એની પાસેથી એ પૂર્વની પેઠે પોતાની પ્રતિજ્ઞાની વાત કહીને છૂટી. અથવા તો કાર્યસિદ્ધિ અનેક વિઘ્નોએ કરીને સહિત છે. એમ ત્યાંથી છૂટીને એ પુષ્પ ચોરી જનારી નવોઢા બાગવાન પાસે ગઈ અને તેને કહ્યુંમારી બુદ્ધિને જે ઠીક લાગ્યું એ મેં તો આ કર્યું, હવે તારા કુળને જે યોગ્ય લાગે તે તું કર.” એ સાંભળી એ બાગવાન “અહો ! આણે તો પ્રતિજ્ઞા પાળી; માટે એ મહાસતી સ્ત્રી છે; અને તેથી કુળદેવતાની પેઠે મારે વાંદવા યોગ્ય છે,” એમ કહીને એ એને ચરણે પડ્યો; અથવા તો આ લોકને વિષે એક સદ્ભાવ જ નથી ફળતો શું ? ચરણે પડીને એણે કહ્યું, હે સતી સ્ત્રી ! તું આજથી મારી બહેન છે, ફુઈ છેમાસી છે અથવા માતા છે; માટે હે પતિવ્રતા ! તું ઉત્તમ પતિવાળી થા, અને ઘેર પાછી જા. એમ કહીને એણે એને વિદાય કરી.
હવે અહીં પેલો રાક્ષસ તો “એ મારું ભક્ષ પુન: ક્યારે મારી પાસે આવશે”, એમ સ્મરણ કરતો હતો એવામાં તો બ્રાહ્મણને શ્રાદ્ધતિથિ તેમ, શીલવતી શ્રેષ્ઠિવધુ એની પાસે આવી. ત્યાં આવીને એણે એને કહ્યું-હે પુણ્યાત્મા ! એ બાગવાન મને પુણ્યાર્થે આમ આમ (કહીને) રજા આપી” યુદ્ધને વિષે એક સુભટનું ઉદ્ભટ વાક્ય સાંભળીને અન્ય સુભટને શુરાતન ચઢે છે તેમ, એ નવોઢાની એ વાત સાંભળીને રાક્ષસને અતુલ પૌરૂષ ચડ્યું કે શું હું રાક્ષસ થઈને એ માળીમાંથી પણ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૬૮