________________
પૂછવા લાગ્યો-હા ! મારા આદેશ પ્રમાણે તું બધું કરી ચૂક્યો કે? એણે પણ ઉત્તર આપ્યો કે રામનો આદેશ લક્ષ્મણની શોભા રૂપ હતો તેમ આપનો આદેશ મારી શોભા રૂપ છે. હે પિતા ! મેં તેજ વખતે તે બજાવ્યો છે; આ સેવકે કદિ પણ એ (આદેશ) અન્યથા કર્યો છે ?” તે સાંભળીને, તનને વિષે કફયુક્ત વાયુ વ્યાપે તેમ રાજાના શરીરને વિષે શોક અને કોપ બંને વ્યાપી ગયા; અને એ કહેવા લાગ્યોહે દુષ્ટ ! તેં શુદ્ધ શીલવ્રત પાળનારી તારી પતિવ્રતા માતાઓને બાળી નાંખી ? તેં એમ ધાર્યું હશે કે, હું લંકાને વિષે વિભીષણ એકલો રાજ્ય કરતો હતો તેમ, આ નગરને વિષે એકલો રાજ્ય કરીશ ! તું જ જીવતો રહ્યા કરતાં એ અગ્નિને વિષે કેમ ન પડ્યો, તને શું મંદિરને વિષે પધરાવીને પૂજવો છે ?” આ પ્રમાણે નરેશ્વર અભયકુમારને ક્રોધયુક્ત વચનો કહેવા લાગ્યો; અથવા તો રાજાઓ રસનેન્દ્રિય-જીવ્હાને યથા રૂચિ હલાવે છે.
પિતાના એવા કોપના શબ્દો સાંભળીને અભયકુમાર હાથ જોડીને બોલ્યો-હે તાત ! અરિહંત પ્રભુનાં વચન જેણે સાંભળ્યા છે એવા મારા જેવાને બાળની પેઠે બાળમૃત્યુ યોગ્ય છે ખરું ? હું તો સમયે (વખત આવ્ય) જિન ભગવંત પાસે દીક્ષા લેવાનો છું. જો પૂજ્ય પિતાએ પ્રથમ એવી આજ્ઞા કરી હોત તો હું જ્વળતી એવી અગ્નિને વિષે પડ્યો હોત. પણ પોતાની મેળે એમ પડીને બળી મરવાથી તો ધર્મ કે કીર્તિ એ. બેમાંનું એક પ્રાપ્ત થતું નથી. ત્યારે નૃપતિએ પુનઃ કહ્યું-અહો ! મેં ભૂલ કરી ત્યારે તેં પણ કેમ ભૂલ કરી ? અરે એક મૂર્ખ માણસ કુવામાં પડે તો શું બીજાઓ પણ પડે છે કે ? ભારવાહક જેવો તું પણ હવે એમનું મુખ ક્યાં જોવાનો છે ! તું તારી જ માતાઓનો પ્રાણહારક ક્યાંથી થયો ? દિવ્યને વિષે પંચમ લોકપાળ સાક્ષીભૂત રહે છે તેમ તું આવાં કાર્યોને વિષે સાક્ષી માત્ર ક્યાંથી રહ્યો ? શું તને પણ મતિ ન સૂઝી ?” આમ બોલતાં બોલતાં મુર્છા આવવાથી નરેશ્વર ક્ષણવારમાં, પ્રતિસ્પર્ધ્વ હસ્તિથી ભેદાતાં અંગવાળા ગજરાજની પેઠે ધરણી ઉપર ઢળી પડ્યો. તે વખતે “આહા જાણે એ સર્વ મેં પરમાર્થતઃ (સત્યપણે) કર્યું
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૫૮