________________
વેદના વચનની પેઠે મારા વચનને વિષે લેશમાત્ર શંકા ન લાવવી. એમ કહીને એ નદીના વેગ કરતાં ઉતરતી ત્વરાથી શ્રી જિન પતિને વંદન કરવા ગયો, તે જાણે આચાર અને વિચારને વિષે દુરાગ્રહી એવો એ પાછળ શું થાય છે એ કંઈ જાણે નહીં એટલા જ માટે હોય નહીં !
જેને કોઈનો ભય નથી એવો અભય પણ પિતાથી ભય પામ્યો, અને એક સુદના દયથી વિચારવા લાગ્યો-આ કાર્ય વિચારવા યોગ્ય છે છતાં પૂજ્યપિતાએ મને વગર વિચાર્યું કેમ આદેશ કર્યો ? કારણ કે દુધમાં પણ કદાપિ પૂરા હોય, શંખને વિષે પણ કદાપિ કૃષ્ણ લાંછન હોય, અમૃતને વિષે પણ કદાપિ વિષ હોય, પણ જનનીને વિષે કદિ પણ કલંક હોય નહીં, માટે મારે જનનીનું રક્ષણ કરવું યુક્ત જ છે. પણ વળી પૂજ્યપિતાની આજ્ઞા જુદી છે. આહા ! મારે “એક બાજુએ સિંહ અને બીજી બાજુએ નદી” જેવું થયું છે, માટે હવે શું કરવું? એમને સમુદ્રના કલ્લોલ જેવો આરંભમાં અતિ દુર્ઘર એવો ક્રોધ ઉત્પન્ન થયો છે માટે આવે વખતે કંઈ બહાનું બતાવી એવું કરું કે એમનો એ ક્રોધ સ્વચ્છેદિ માણસના હાથમાંથી દાસીજન નાસી જાય તેમ ભ્રંશ પામે (છૂટો પડે, નાશ પામે, શાન્ત થાય.) એમ વિચાર કરીને એ વિચક્ષણ મંત્રીશ્વરે અંત:પુરના સમીપ ભાગે રહેલી પુરાતન ઝુંપડીઓને સળગાવી દીધી, અને વાત એમ ફેલાવી કે અંતઃપુરને વિષે આગ લાગી છે; (ખરે) સપુરુષોના કાર્ય સુંદર પરિણામવાળા હોય છે.
અહીં સમવસરણને વિષે જઈને શ્રેણિકરાજાએ પ્રભુને પૂછ્યું-હે જિનેશ્વર ! ચલ્લણા પતિવ્રતા છે કે અપતિવ્રતા ?” પણ, અહો ! આ એનો પ્રશ્ન મુંડન કરાવ્યા પછી નક્ષત્ર પૂછવા જેવો હતો. પ્રભુએ કહ્યુંએ પતિવ્રતા સ્ત્રી છે; એના વિષે વિરુદ્ધ શંકા ન લાવ. એ તો સીતા અને સુંદરીની પેઠે સર્વ સતીને વિષે શિરોમણિ છે. એ સાંભળીને તો એને એના અવિચારીપણે કરેલા કાર્યનો અતિશય પશ્ચાતાપ થયો તેથી ઊભો થઈ પ્રભુના ચરણ કમળને નમસ્કાર કરી, ધનુષ્યથી છુટેલાં બાણની જેમ, અતિવેગથી દોડતો આવ્યો; અને સામા આવતા અભયકુમારને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૫૭