________________
ગવૈયા જ હોય નહીં એમ દંતવીણા વગાડવા લાગ્યા. માર્ગને વિષે શીતથી પીડાતા પાંચજનો પણ સ્ત્રીના પરિરંભથી થતા શીતાપનોદને સંભારીને જ જાણે, દયને વિષે રહેલી એવી એ સ્ત્રીનો પરિરંભ કરવાને ઈચ્છતા હોય નહીં એમ તે (હૃદય) ને ભુજા વડે દાબવા (ભીડવા) લાગ્યા.
તાપનો ઉત્પાદક સૂર્ય છે; તથા જળનો ઉત્પાદક મેઘ છે-એમ ભુવનને વિષે સર્વ વસ્તુનું કંઈને કંઈ ઉત્પાદક કારણ હોય છે, પણ આ શીતનું તો કાંઈ જ કારણ જણાતું નથી, તો શું એને માતા કે પિતા કોઈ નહીં હોય ? લોકો પણ પરસ્પર કહેવા લાગ્યા કે આ દુષ્ટ ઋતુથી કદર્થના પામતા એવા અમે અમારાં કામકાજ પણ કરી શકતા નથી, માટે હવે એ આપણું દુઃખ લઈને ક્યારે જશે ? દિશાઓ પણ સર્વે “અહો ! અમારા વૈભવ છતાં પણ આ શીત કોઈ એવે પ્રકારે જનોને નિરંતર દુઃખ દે છે કે અમે તેમનું રક્ષણ કરી શકતી નથી” એવા ખેદથી જ જાણે પ્રભાતે પ્રભાતે ગ્લાનિ પામવા લાગી. ચંદન-કપૂરચંદ્રજ્યોત્સના-મૃણાલ અને મુક્તાફળના હાર એ સર્વને વિષેથી સૌભાગ્ય નીકળીને કેસર-અગ્નિ અને સૂર્યની પ્રભાને વિષે આવ્યું; કારણ કે પોતાનો સમય આવે ત્યારે બધા કિંમતી લાગે છે. પ્રિયંગુલતાથી સમન્વિત એવા સિંદુવાર વૃક્ષોને તથા કુંદલતાએ સંયુક્ત એવા રોઘ તરૂવરોને, બરાબર પોતાને વખતે આવેલા બળવાન વાયુને લીધે પુષ્પો આવ્યાં; કારણ કે વિભુ એવા વાયુથી કોનું પોષણ નથી થતું? ઉષ્ણતાને તો સમયજ્ઞ એવા પ્રજાપતિએ ઊંડા કુવાને વિષે, મોટા વડની છાયાને વિષે અને સ્ત્રીઓના સુંદર ગોળ સ્તનયુગલને વિષે રાખી-તે જાણે બીજના હેતુને અર્થે હોય નહીં! (ઉષ્ણતા પુનઃ ઉનાળામાં જોઈએ ત્યારે ક્યાંથી લાવવી. માટે ધાન્યને માટે બીજ રાખી મૂકે છે તેમ ત્યાં બી તરીકે રાખી મૂકી).
તે સમયે, જેમના ચિત્તનો પ્રતાપ હેમાચળને પણ આંદોલન કરવાને સમર્થ છે તથા પૃથ્વીપતિ રાજાઓ અને સ્વર્ગપતિ ઈન્દ્ર સુદ્ધાં જેમના ચરણની સ્તુતિ કરે છે, એવા શ્રી વીરજિનેશ્વર ગૌતમસ્વામી પ્રમુખ સંપદા સહિત ત્યાં આવીને સમવસર્યા. એટલે પોતાના સૈન્યના ચાલવાથી ઊડતી રજથી પ્રભાપતિ-સૂર્યને આચ્છાદિત કરતો શ્રેણિક નરેશ્વર તેમને વંદના
૧૫૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)