________________
કરવા ગયો; કારણ કે જેમની સુરપતિ પણ ઉપાસના કરે છે એવા પ્રભુને વાંદવા જવાને કોણ ઉતાવળું નથી થતું?
જિનરાજને નમસ્કાર કરી દેશના સાંભળી ભૂપતિ સંધ્યા સમયે જેવો નગરભણી પાછો ફરતો હતો તેવામાં સરોવરના સમીપ ભાગમાં નાસિકાના અગ્રભાગને વિષે દષ્ટિને સ્થિત કરી શીતોપસર્ગ સહન કરવાની ઈચ્છાથી બે પ્રકારે કાયોત્સર્ગ કરતા મૂર્તિમાન સદ્ધર્મના સમૂહ હોય નહીં એવા એક અલ્પ વસ્ત્રવાળા મુનિ તેની દષ્ટિએ પડ્યા. એટલે એમના સદગુણોની પ્રશંસા કરી વાહન થકી નીચે ઊતરી, રતિ સહવર્તમાન વિજયશાલી કામદેવ હોય નહીં એવા વિશ્વપતિએ ચેલ્લણારાણી સહિત અતિ હર્ષ વડે મુનિને વંદના કરી. પછી ચિત્તને વિષે સંતોષ પામી પુનઃ વાહનમાં બેસી સાધુની સ્તુતિથી કર્મ ખપાવતાં તેણે, જીવ કર્મપ્રકૃતિ સહિત પુરને વિષે પ્રવેશ કરે તેમ રાણી સહિત નગરને વિષે પ્રવેશ કર્યો.
ત્યાર પછી મહાન્ સામંતો આદિને રજા આપી આદરસહિત સાયંતન કૃત્ય સમાપ્ત કરી કર્પર-અગુરુ-ધુપ આદિથી વાસિત એવા વાસગૃહને વિષે પ્રવેશ કર્યો. ત્યાં એ નરેશ્વરે પયોનિધિ-સમુદ્રને વિષે શેષનાગની પીઠ પર શ્રી કૃષ્ણ વાસુદેવ લક્ષ્મીની સંગાથે શયન કરે છે તેમ ચેલ્લારાણીની સાથે એક જ સુકોમળ પલંગ પર સ્નેહપૂર્વક શયન કર્યું.
નિદ્રાવશ થયા પછી તેમનું ગાઢ આલિંગન છૂટી ગયું (કારણ કે એ (નિદ્રા) સર્વ પુરુષાર્થનો ઘાત કરનારી છે); રાણીનો હાથ જાણે શીતની પરીક્ષા કરવાને જ હોય નહીં એમ પ્રચ્છદપટમાંથી બહાર નીકળી ગયો. “આપ્તજનની પેઠે મારે આ ચેટકરાજાની પુત્રીના સૌંદર્યવાન અંગોનો કોઈકાળે ક્યાંય પણ સમાગમ થયો નથી, તો આ. વખતે આ હાથ દેખાય છે તે કેવોક છે” એમ વિચારીને જ જાણે રાણીના એ બહાર રહેલા હાથને વિષે સર્વત્ર શીત વ્યાપી ગઈ. એટલે એ
૧. (૧) દ્રવ્યથી, શરીરનો, (૨) ભાવથી, ચાર કષાયનો, ત્યાગ કરતા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૫૫