________________
| સર્ગ ચોથો | | પિતાના આદેશથી સદા લીલામાત્ર વડે નીતિપૂર્વક રાજ્યલક્ષ્મીનું ચિંતવન કરતા ધીમંતશિરોમણિ નંદાપુત્ર-અભયકુમારની સેવા કરવાને જ હોય નહીં એમ શિશિરઋતુ બેઠી. તે વખતે ઉત્તરદિશાના પવનને પ્રાપ્ત કરીને શીત સર્વતઃ વિસ્તાર પામવા લાગી-એમાં લેશમાત્ર આશ્ચર્ય નહોતું કારણ કે વિભુના ઘરના વાયુથી લોકને વિષે કોણ વિસ્તાર પામતું નથી. વળી અત્યંત જડતાવાળા એવા એ કાળને વિષે રાત્રિ પણ વૃદ્ધિ પામવા લાગી; અથવા તો પરસ્પર મૈત્રીભાવ ધારણ કરનારા એવા એ બેમાંથી એક વૃદ્ધિ પામ્યો એટલે અન્ય પણ વૃદ્ધિ પામે છે. તથા દિવસો જાણે “આપણો પતિ-સૂર્ય, સહસકરવાળો છતાં પણ જડતાને લીધે શું નિસ્તેજ થઈ ગયો” એમ જાણીને નિશ્ચયે, અત્યંત વિષાદને આધીન થઈને જ હોય નહીં એમ કૃશ (ટૂંકા) થવા લાગ્યા.
ઠંડી તો એટલી કડકડતી પડવા લાગી કે સર્વત્ર તળાવડીઓનાં જળ પણ ઠરી ગયાં; તો ભાજનને વિષે રહેલાં છૂતની તો વાત જ શી ? હિમના સમૂહોએ લક્ષ્મીના નિવાસભૂત એવા કમળપુષ્પોનો ક્રીડામાત્રમાં સંહાર કરી નાંખ્યો; અથવા તો ગુણોનો એકજ ભાજન એવો મનુષ્ય પણ જડની સાથે મળીને શું શું ઉપસર્ગ નથી કરતો ? તે વખતે દક્ષિણ દિશાનો શીતવાયુ પણ સૂર્યોદય સમયે ધાન્યના સમૂહ-તૃણ અને વૃક્ષોની શાખાઓને બાળી નાંખવા લાગ્યો અને પ્રાણીઓના અંગ પણ કંપાવવા. લાગ્યો; અહો ! દિવસ પામીને (ઉદય-ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરીને) કોઈ વિરલ જ માનવજનને હિતકર્તા થાય છે. (પણ) ધનવાન લોકો તો ચંપક પ્રમુખના તેલના અત્યંગ કરી તથા કેસર આદિના વિલેપન કરીને સગડી પાસે બેસી સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા.
અત્યંત શીતથી પીડાતા દરિદ્રી માણસોનાં બાળકો નિરંતર ભોજન કે વસ્ત્ર વિનાનાં હોઈને અંગોપાંગ સંકોચાઈ જવાને લીધે, જાણે ચતુર
૧. પાત્ર, વાસણ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૫૩