________________
ધૂળને લીધે દશે દિશાઓ ખલપુરુષની વૃત્તિની પેઠે ધૂમ થવા લાગી. વળી એ વખતે સૂર્યના અશ્વો પણ ધૂળથી નેત્રો ભરાઈ જવાને લીધે
ત્વરિતપણે ચાલવાને અશક્ત હોવાથી જ જાણે એ કાળ (ઉષ્ણ કાળ)ના દિવસો વૃદ્ધિ પામવા લાગ્યા. અને તેથી જ કૃશતાને લીધે યામિની (રાત્રિ) ત્રણ યામ (પ્રહર)ની થવા લાગી. (તે ત્યારથી આજસુધી પણ એજ પ્રમાણે નિયામાં કહેવાય છે.)
એ સમયે સરિતાઓ પણ કૃશ થવા લાગી તે પણ જાણે પોતાના ઉત્પાદક ગિરિવરોના મસ્તક (શિબિર)ને વિષે ધૂળ પડતી દેખીને જ હોય નહીં શું ? સૂર્યના ઉત્તાપને લીધે વળી તલાવડીઓને વિષે પણ જળ ઘટી જવા લાગ્યા; અથવા તો જે કાળને વિષે જેનો બહુ ખપ પડે તેની જ અછત થાય છે. “અરે ! પ્રચંડ તાપને ઝરનાર ઉષ્ણકાળ, મારી સ્ત્રીઓને તું આમ શુષ્ક કરી નાંખે છે તો શું તું દષ્ટિએ કંઈ નથી દેખતો ? માટે તારે માટે એક સારું સ્થાન શોધી કાઢ.” એમ નદીપતિ (સમુદ્ર) પણ જાણે પોતાના મોટા કલ્લોલરૂપી ગર્જનાના મિષથી (એ ઉષ્ણ કાળને) કહીને તેને ડુબાવી દેવાને જ હોય નહીં એમ ઊંચા ઊંચા ઉછાળા મારવા લાગ્યો. આ ઉષ્ણ કાળે વળી લીલીછમ લતાઓને તથા ઘાસને પણ સૂકવી નાખ્યું; અથવા તો દુર્બળ પ્રતિ સૌ કોઈ પોતાની શક્તિ બતાવે છે. પણ આવો બલિષ્ટ છતાં પણ એ કાળ વૃક્ષોની છાયાને ટાળવાને સમર્થ થયો નહીં, કારણ કે મૂળને વિષે છે જીવન જેનું એવાને યમ પણ કશું કરી શકતો નથી. વળી જવાસાને પણ તેણે લીલો ને લીલો જ રાખ્યો કારણ કે કૃતજ્ઞ હોય એવાને પણ કોઈ કોઈ તો વલ્લભ હોય છે જ.
આ વખતે વળી તાપથી પીડાતા મહિષો અને શકરો, ગુફાને વિષે જેમ ઘુવડપક્ષીઓ તેમ જળના ખાબોચીઆમાં પડી રહીને આખો દિવસ ગાળવા લાગ્યા. શ્વાનો પણ જાણે પ્રાણીઓના જીવિત આદિનું અધૈર્ય બતાવતા હોય નહીં એમ હાંફતા હાંફતા વારંવાર જીભને હલાવવા લાગ્યા. આમ્રફળ પ્રમુખ તથા લીંબડા પ્રમુખનાં ફળ પણ સૌ સાથે પાક ઉપર આવવા લાગ્યા; કારણ કે ઉત્તમ તેમજ જઘન્ય સર્વનો સમય સરખો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૩