________________
હોય છે. વળી શિરીષ-પાટલ-કદંબ-મલ્લિકા-કેતકી પ્રમુખ વૃક્ષોને પુષ્પ આવવા લાગ્યાં; કારણ કે પોતાનો દિનમાન ઉદય પામ્યે કોણ નથી ફળતું ? ધનવાનૢ લોકો પણ એ વખતે કર્પર મિશ્રિત ચંદનના રસના સેવનનું, પુષ્પની માળાઓનું અને સુંદર સ્ત્રીઓની સાથે વિહારનું સુખ મેળવવા લાગ્યા. પણ સુગંધી-શીતળ અને સ્વાદિષ્ટ જળથી ભરેલી પરબો તો મહંત પુરુષોની સંપત્તિની પેઠે સર્વ કોઈના ઉપયોગમાં આવવા લાગી.
આવા ગ્રીષ્મ સમયને વિષે એકદા વનમાં વાંસના પરસ્પર સંઘટ્ટથી, કુટુંબને વિષે જેમ કલહ, તેમ મહાન દાવાગ્નિ પ્રકટ થયો. તે દાવના ધગ્ ધમ્ શબ્દથી, સિંહનાદથી જેમ હરિણો કંપે તેમ, વનના સમસ્ત પ્રાણીઓ કંપવા લાગ્યાં. માંડ માંડ ફાટે એવા વાંસ ધાણીની પેઠે ફાટવાથી એના ત્રટત્ ત્રટત્ શબ્દોએ મોટા અવાજ કરી મૂક્યાથી એનું મન અનેક પ્રહારો વડે શાલવૃક્ષ ભાંગી જાય એમ ભાંગી ગયું. જાણે યમરાજા પોતાની જીભથી પક્ષીઓનો ભક્ષ કરવાને તૈયાર થઈ રહ્યો હોય નહીં એમ ઊંચે પ્રસરતી જ્વલાઓથી અગ્નિ સળગવા લાગ્યો. જાણે એક નવીન વિશ્વામિત્ર આવ્યો હોય નહીં એમ એ અગ્નિએ ધુમાડાથી તારાઓને ઢાંકી દઈને લાલચોળ તણખાઓ વડે આકાશ ને કેવળ મંગળ બનાવી દીધું; અને સમસ્ત લીલા અને સુકા તૃણ-વૃક્ષ-લતાદિને બાળવા લાગ્યો; કારણ કે ખલપુરુષ નિરંતર સર્વકષ (સર્વની કસોટી કરનાર) હોય છે. જાણે યમનો સહાયક હોય નહીં એમ એ પગ વગરના, ઘણા પગવાળા, બે પાં, ચોપગાં, સૌનો સંહાર કરવા લાગ્યો. ધુમાડાથી ભરાઈ ગયેલા આકાશને વિષે સૂર્ય તો એક ત્રાંબાના અરીસા જેવો અને એનો તડકો કસુંબાના કીટા જેવો દેખાવા લાગ્યો.
એ વખતે દવને લીધે, તારા યૂથના પરિવાર સહિત તું તૃષાતુર થવાથી અસંતોષી જનની પેઠે સર્વ દિશાઓમાં દોડવા લાગ્યો. એમાં નાની નાની ડાળીઓને નમાવી દેતો, વૃક્ષના સમૂહને ભાંગી નાંખતો અને મોટી મોટી શાખાઓને મરડી નાખતો તું મહા કપ્ટે, બાલ-તપસ્વી દુર્ગતિના હેતુભૂત રાજ્યને જેમ પ્રાપ્ત કરે તેમ, એક પંકથી ભરેલા સરોવરને પામ્યો. (શ્રી વીર પ્રભુ મેઘકુમારને કહે છે) હે મુનિ ! તે જોઈને તું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૪૪