SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નાભિરાયસુત આદિજિનેશદેવ. પતિની આવી ઉત્તમ પાદપૂર્તિ સાંભળી હર્ષ પામી પ્રિયાઓએ કહ્યુંહે નાથ ! હવે આપ પૂછો. એટલે કુમારે પૂછ્યું“જન સરવે શું ઈચ્છે, સજ્જિત ચાપે સુભટ શું આરોપે ? શાનો “ગૃહ' પર્યાયી, સત્ત્વવાન શું પરને નવ સોંપે ?” આ “ચલબિંદુક સમસ્યા સમજાવો.” એટલે રાજકુમારીઓએ પણ ક્ષણવાર વિચાર કરીને કહ્યું- હે આર્યપુત્ર ! સમજાયું. આપના પ્રશ્નનો ઉત્તર “શરણગ” એ ચાર અક્ષરના શબ્દમાં આવી જાય છે, વળી પ્રિયાઓનો પૂછવાનો વારો આવ્યો એટલે એમણે પૂછ્યું : અંકુરો ઉપજે શાથી ? દેવનું વળી ભોજ્ય શું ? નારી પતિવ્રતા કેવા સ્વામીને કહો ઈચ્છતી ? ધ્યાવે તથા મુનીન્દ્રો શું સદા તન્મય મન કરી ? નાથ ! ધો એહ ચારેનો, એક શબ્દ જ ઉત્તર. ૪ એ સાંભળીને કુમારે તરત જ ઉત્તર આપ્યો-અમૃત. વળી પણ. તેણે પ્રશ્ન કર્યો : “રવિ કો' શું વિસ્તારે પ્રાતઃ સઘળે પ્રકાશને કરતી ? જિનપતિમુખઅંભોજે કોણ રહે ભવિજનમન ઉપદિશતી ? નદી ગંગા-ઉલ્લંઘી પાર ગયા એ કહો કૃષ્ણ કેવા ? ચૈત્યરક્ષણે કોને અષ્ટાપદ પર સગરપુત્ર લાવ્યા ?” આ “વ્યસ્તસમસ્ત' સમસ્યાનો તેની સ્ત્રીઓએ ઉત્તર આપ્યો-ભા ૧. સર્વે શું ઈચ્છે ? આ એટલે સુખ. તૈયાર કરેલા ચાપ-ધનુષ્ય પર શું આરોપે ? શર બાણ. વળી ગૃહ શબ્દ શાનો પર્યાયી છે ? શRUT નો (RUT શબ્દનો અર્થ “ગૃહ” પણ થાય છે.) સત્ત્વવાન પુરુષ સામાને શું ન સોંપે ? શરVIRI એટલે શરણે આવેલ (પ્રાણી). ૨. અમૃત (૧) જળ (૨) અમૃત ભોજન (૩) અમર (૪) મોક્ષ. ૧૧૦ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy