________________
મુંડન-અને નિશાળગરણું આદિ કર્યા. કુમાર પણ, વહાણ વાયુની સહાયથી સમુદ્રનો પાર પામે, તેમ, બુદ્ધિના ઉત્કર્ષથી સકળકળાનો પાર પામ્યો (સકળકળાને વિષે પ્રવિણ થયો); અને એક ઉત્તમ તરવૈયો (તરનાર) જેમ સમુદ્રને તરીને દ્વીપને પ્રાપ્ત કરે તેમ કૌમારાવસ્થાને ઉલ્લંઘીને, તેણે મનોહર એવી યૌવનાવસ્થાને પ્રાપ્ત કરી. એટલે પિતાશ્રેણિકરાજાએ તેને સમાનકુળને વિષે જન્મેલી, સમાન વયની, સમાનરૂપસૌંદર્યવાળી અને સૌભાગ્યલક્ષ્મીથી વિરાજતી એવી આઠ રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવ્યું; અને પ્રત્યેક વધુને કૈલાસ સમાન ધવળ અને ઉન્નત એવો એકેક રહેવાનો મહેલ તથા અકેક કોટિ રૂપું અને સુવર્ણ આપ્યાં. બીજી પણ તેમને યોગ્ય એવી વસ્તુઓ રાજાએ આપી; અથવા તો રાજવસ્તુઓ આ પ્રમાણે વણિકજનની વધુ કરતાં અધિક છે. પછી મેઘકુમાર, શક્રનો સમાનિક દેવતા સ્વર્ગને વિષે અપ્સરાઓની સાથે ભોગવે તેમ, એ આઠે રાજપુત્રીઓની સાથે ભોગવિલાસ અનુભવવા લાગ્યો.
પછી રાજકુમાર પોતાની પ્રિયાઓ સાથે કોઈ કોઈ વખત “ગૂઢચતુર્થ” આદિ સમસ્યાઓથી વિનોદ કરવા લાગ્યોઃ- (કારણ કે વિદ્વાન જનની, પ્રિયાઓ સાથે આવી જ ગોષ્ટી હોય છે, તેની પત્નીઓએ પ્રથમ પૂછ્યુંહે નાથ !
જેણે પરાભવ કર્યો નિત્ય કામનો છે, અજ્ઞાન-હસ્ત-દલને વળી કેસરી જે,
તે સંદરો" અયમીના અઘ° નિત્યમેવ, આ કાવ્યનું ચતુર્થ પાદ ગૂઢ છે તે આપ પૂરો.” આવી, પ્રિયાઓએ ગૂઢચતુર્થપાદ' સમસ્યા પૂછી તે લીલામાત્રમાં સમજી જઈને કુમારે પૂર્ણ કરી કે,
૧. જેનું ચોથું પદ ગૂઢ હોય તે. ૨. કામદેવનો. ૩. અજ્ઞાનરૂપી હસ્તિનો નાશ કરવામાં. ૪. સિંહ (જેવા) છે.
પ. નાશ કરો. ૬. જેમને પોતાની ઈન્દ્રિયો પર યમ (કાબુ-દાબ) નથી હોતો એવા (પ્રાણીઓ)ના. ૭. પાપ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૯