SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રભા), ગીર (વાણી-સરસ્વતી), રથી (રથવાળા-રથને હાથમાં લઈને ગંગાનદી તરી ગયા હતા એ. ભાગીરથી (ગંગાનદી). વળી સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો : પ્રિય ! સાગરની પુત્રી કોણ ? કહો વળી મેઘ હોય કેવા ? ચરણપ્રતિષેધાર્થી પંચાક્ષરથી બન્યા શબ્દ છે કયા ? સર સુંદર કયું કે'વું ? ધનેશ નર કયો કો' આ જગમાંહિ ? એ પાંચે પ્રશ્નોનો એક શબ્દમાં ઉત્તર ધો સ્વામી. એ સમસ્યા સાંભળી ક્ષણવાર મનન કરી સમજી જઈ કુમારે એનો ઉત્તર આપ્યો-પદ્માકર. (૧) પદ્મા=લક્ષ્મી, એ સાગર (સમુદ્ર)માંથી નીકળી છે માટે એની પુત્રી કહેવાય છે. (૨) પદ્માકર. પદ્મા એટલે લક્ષ્મી અર્થાત્ દ્રવ્ય-એના આકર (ખાણ) રૂપ. મેઘ દ્રવ્યની ખાણ છેસર્વ સંપત્તિ મેઘ (-વૃષ્ટિ) ઉપર આધાર રાખે છે. (૩) પદ્માકર = પ+મા+કર. આમાં પાંચ અક્ષરો છે એ ચરણને પ્રતિષેધ કરનારા છે. (૪) પદ્માકર = પદ્મ + આકર = કમળ પુષ્પોના સમૂહવાળું. પુષ્કળ કમળો હોય એવું સરોવર સુંદર કહેવાય. (૫) પદ્માકર = પદ્મ + આકર. ‘પદ્મ' એ એક મોટી સંખ્યા છે. એટલે એક પદ્મ દ્રવ્યવાળો હોય એ આ પૃથ્વી પર ધનેશ્વર એટલે કુબેર કહેવાય. કુમારે સમસ્યા પૂરી એટલે એની ઉત્કૃષ્ટ બુદ્ધિની પ્રશંસા એની સ્ત્રીઓએ કરી. પછી કુમારે સમસ્યા પૂછી : નીપજાવે કો ધાન્યને ? ગમનહેતુ કયો હોય ? નિર્ભય ગૃહ કયું મત્સ્યનું ? હિમાગમે શું જોય ? એનો ઉત્તર એની સ્ત્રીઓએ બરાબર વિચાર કરીને આપ્યો :કંપનદ. (૧) ‘કં' એટલે જળ ધાન્યને નીપજાવે છે. (૨) પદ એટલે ચરણ જવા આવવામાં હેતુ એટલે સહાયક છે. (૩) મત્સ્યોનું નિર્ભય અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો) ૧૧૧
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy