________________
જે અપરાધ કર્યો છે તેની, પિતા પુત્રને આપે તેમ, આપે મને ક્ષમા આપવી. એ સાંભળીને શાંતચિત્તવાળા તપસ્વીએ કહ્યું-હે નરેન્દ્ર ! તારા જેવા ગુરુની મારાથી ભક્તિ તો કાંઈ થાય એમ નથી તો શું ક્ષમા પણ નહીં આપી શકાય ? હું ક્ષમા કરું છું, કારણ કે આ મારી તપસ્યામાં તું હેતુરૂપ છે અને એ તપ સંસારસમુદ્રના સેતુરૂપ છે અને દુ:ખપરંપરારૂપી દાવાનળને શાંત કરવામાં તથા કલ્યાણરૂપી લતાને ઉત્પન્ન કરવામાં મેઘ સમાન છે. પછી “આવા પાત્રને આપેલું દાન મહાફળદાયક થાય છે” એમ ધારીને રાજાએ એ તપસ્વીને પારણાને માટે નિમંત્રણ કર્યું; કારણ કે ઋક્ષભક્તિ તો કૃપણ જનોની હોય છે. હવે, જો કે એ લોકોને રાજપિંડ ખપે નહીં, તોપણ પોતે બહુ પ્રસન્ન થયો હતો તેથી તેણે રાજાનું વચન માન્ય કર્યું; કારણ કે તપસ્વીજનો દાક્ષિણ્ય ગુણવાળા હોય છે. પછી રાજા તેને નમીને તથા તેની આશિષ ગ્રહણ કરીને સ્વસ્થાનકે ગયો.
-
તપસ્વી પણ માસક્ષમણ પૂર્ણ થયે રાજાના મહેલના દ્વાર પાસે ગયો. કારણ કે મુનિઓ સત્યપ્રતિજ્ઞાવાળા હોય છે. તે વખતે રાજાને મહાશિરોબાધા થયેલી હોવાથી કોઈને અંદર પ્રવેશ કરવા દેતા નહોતા; તેથી તપસ્વી ચિત્તને વિષે લેશમાત્ર પણ ઉદ્વિગ્ન થયા વિના હર્ષ સહિત જ પાછો વળ્યો; કારણ કે તપોધનોને (તપસ્વીઓને), તપશ્ચર્યા એજ વૃદ્ધિને અર્થે છે. જો પહેલે જ ગૃહે પારણા ન થાય તો પહેલાની ઉપર જ બીજું ક્ષમણ કરવું” એવા પોતાના અભિગ્રહને લીધે તપસ્વી આ વખતે પૂર્વની જેમ માસક્ષમણ કરીને રહ્યા; કારણ કે સત્ત્વવંત જનો સત્ત્વનો ત્યાગ કરતા નથી. દ્વિતીયમાસક્ષમણને સમયે તેણે ‘આ લોકો ક્ષુધા કેવી રીતે સહન કરતા હશે' એવો પ્રશ્ન પૂછનારને નહીં જોવાને ઈચ્છતો હોય તેમ, અધોમુખ મુદ્રિકા ધારણ કરી.
બીજે દિવસે સારું થયું ત્યારે રાજાને પારણાની વાત યાદ આવી એટલે જઈને નમન કરીને તેણે મુનિ પાસે ક્ષમા માગી; કારણ કે તપસ્વીજન ભક્તિથી જ રીઝે છે. તેણે કહ્યું-હે મુનીશ્વર ! મારા જેવા પાપીજને આપને નિમંત્રણ કરીને, બાળકની જેમ આમ બહુ છેતર્યા છે; આપને અન્ય સ્થળે પણ પારણુ થયું નહીં. અહો ! મારા જેવા પાપીજનોનું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૮૯