________________
આવું જ કૃત્ય હોય છે ! જેવી રીતે લક્ષ્યવસ્તુને ભેદવામાં પ્રવૃત્ત થયેલો અચતુર ધનુર્ધારી પહેલો જ પોતાનો હસ્ત ભાંગે છે; તેવી જ રીતે ધર્મને મિષે પાપ ઉપાર્જન કરનારા મારા જેવા નિર્ભાગ્યશિરોમણિને થયું છે. હે સ્વામિ ! હવે હું યોગ્ય ન કહેવાઉં, તથાપિ, ગંગાજળ જેમ મધ્યપ્રદેશને પવિત્ર કરે છે તેમ, આપે પધારીને મારા આંગણાને પવિત્ર કરવું.
મુનિએ કહ્યું- હે નરેશ્વર ! ખેદ ન કર; એ દોષ તો પ્રમાદથી થયેલ છે; તારા ભાવ કિંચિત્માત્ર દૂષિત નથી; હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ;” અથવા તો મહંત પુરુષોની પ્રવૃત્તિ સ્વાર્થે ન હોતાં પરને અર્થે હોય છે. પછી રાજા મુનિને નમીને ઘેર ગયો. પારણાના દિવસની રાહ જોતાં બીજ માસ પણ વ્યતિક્રમ્યો; કારણ કે સુજ્યને ભજનારાઓના દિવસ શીધ્રપણે જતા રહે છે. પણ પુનઃ પણ રાજા અસ્વસ્થ હોવાથી એ દુર્બળ થઈ ગયેલા તપસ્વીને પૂર્વની જેમ જ પાછા જવું પડ્યું; કારણ કે એવા પુરુષોને પણ લાભના ઉદય વિના ભિક્ષા સુદ્ધાં મળતી નથી. પછી રાજાએ એને ત્રીજી વખતે પણ ગૌરવ સહિત નિમંત્રણ કર્યું. અને એણે પણ એ સ્વીકાર્યું; કારણ કે કોઈની પ્રાર્થનાનો જેવા તેવા કારણથી ભંગ ન કરવો જોઈએ. જ્યારે અવધિ પૂર્ણ થયે એ તાપસ ભિક્ષાને અર્થે ગયો ત્યારે તો ભૂપતિને પુત્રજન્મના હર્ષમાં પારણાની વાત પણ સ્મરણમાં નહોતી; કારણ કે સુખમાં તેમજ દુ:ખમાં પ્રમાદ એક સરખો થાય છે.
હવે તો આ વખતે પણ ભિક્ષા નહીં મળવાથી એ સુધાને લીધે અતિ કૃશ થઈ ગયેલો હોવાથી રાજા ઉપર અતિ ક્રોધે ભરાયો; કારણ કે અત્યંત ઘર્ષણથી ચંદનના કાષ્ટ્રમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે-મુસાફરી જેવી વૃદ્ધાવસ્થા નથી; દારિદ્ર જેવો પરાભવ નથી; મૃત્યુ સમાન ભય નથી; અને સુધા સમાન વેદના નથી. પછી એ તપસ્વી, કૃપણ પુરુષના ઘર થકી જ જેમ, તેમ રાજાના આવાસથી પાછો વળીને, ખિન્ન થતો પોતાને સ્થાને ગયો; અને વિચારવા લાગ્યો-આ રાજા નામે જ સુમંગળ છે; પણ એના મંગળના ગ્રહના જેવાં ફળ હોવાથી એ કુમંગળ છે. મેં ત્રણત્રણ વાર એની પ્રાર્થના સ્વીકારી તોપણ એ કુટિલે મને ભિક્ષા આપી નહીં, એ એની ધૃષ્ટતા જ (ઉદ્ધતસ્વભાવ જ) સમજવી; કારણ કે ત્રીજી વાર ઊડી જતી વખતે તો પક્ષી પણ પકડી લઈ શકાય
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
GO