________________
કેટલાએક દિવસ વ્યતીત થયા પછી સુમંગળના પિતા જિત્રશત્રુએ તેને મહાવૈભવ સહિત પોતાને પદે આરોપણ કર્યો. કારણ કે પિતાનો. પુત્રપ્રતિ એવો ધર્મ છે. એ સુમંગળે પણ ગાદી ઉપર આવીને, ગ્રીષ્મઋતુના મધ્યાન્દકાળના સૂર્યના જેવા અતિ ઉગ્ર પ્રતાપ વડે અનેક મહીપતિઓને વશ કર્યા; કારણ કે સિંહનો પુત્ર સિંહ જ હોય છે.
હવે પેલો સેનક કે જેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી હતી તે હર્ષ સહિત પોતાને કૃતકૃત્ય માનતો હતો; કારણ કે અન્યજનો પણ સ્વબુદ્ધિએ ધર્મ તો કરે છે, પણ તેવા પ્રકારની કદર્થનાથી પરાભવ પામેલાઓએ વિશેષ પ્રકારે કરે છે. એકદા એને પોતાના દૌર્ભાગ્યનું સ્મરણ થવાથી વૈરાગ્યયુક્ત થઈ એણે પોતાના ગુરુની પાસે ઉષ્ટ્રિકાભિગ્રહ કર્યો. અહો ! બાળજનને બોધ કષ્ટને અર્થે છે. એકદા પૃથ્વી પર વિચરતા એ તપસ્વી રાગને વશે પુનઃ વસંતપુરે આવ્યા. અહો લોકોને ધિક્કાર છે કે પરાભવ પામ્યા છતાં પણ પુનઃ પોતાની જન્મભૂમિ પ્રત્યે ઉત્કંઠા રાખે છે. તપસ્વીને જોઈને નગરના સર્વ લોકો ભક્તિસહિત તેની પૂજા કરવા લાગ્યા. કારણ કે આ તપશ્ચર્યા જ જગતને વિષે પૂજ્ય છે, તો તેને આદરવાવાળો શા માટે આદર ન પામે ? “કયા કારણે વિરાગ. પામી તે ગૃહનો ત્યાગ કરી આવી કષ્ટદાયક તપશ્ચર્યા આદરી છે”
એમ પ્રશ્ન પૂછતા લોકોને કુરૂપમંત્રીપુત્રે પણ ઉત્તર આપ્યો કે-આ તમારા રાજાએ કુમારાવસ્થામાં મારો પરાભવ કર્યો હતો તેથી મને વૈરાગ્યા ઉત્પન્ન થયો છે. તેણે લોકોને આ વાત હતી તેવી કહી; કારણ કે સત્ય જ તપને અનુકૂળ છે. પછી કર્ણપરંપરાએ એ વાત રાજાને કાને પહોંચી કારણ કે નૈયાયિક આદિ મતોને વિષે શબ્દ “વીચિતરંગ' નામના
ન્યાયે ગમન કરે છે. સુમંગળ રાજા તો એ વાત સાંભળતાં જ મહાવિષાદ પામ્યો; અથવા તો મહાન પુરુષો પોતાના અપરાધને શલ્ય થકી પણ વધારે માને છે એ યુક્ત જ છે. પછી એણે પોતે ત્યાં જઈ ભક્તિસહિત તપસ્વીને નમન કરી તેમની ક્ષમા માગી કે-અજ્ઞાનભાવથી મેં આપનો
૧. ઉષ્ટિકાભિગ્રહ - ઊંટ પર બેસવું કઠીન પડે છે. તેવો કઠીન માસ-માસના ઉપવાસનો અભિગ્રહ. ૮૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)