________________
ઘણા નગર-પર્વતાદિ પસાર કરી કેટલાક દિવસ બાદ તે “સુંદર' નામના શહેર પાસે આવ્યો. ત્યાં બહાર ઉદ્યાનમાં અંબિકા દેવીનું ચૈત્ય હતું. રાત થવા આવી હતી. તેથી રાજકુમાર તે ચૈત્યમાં જઈ દેવ-ગુરુનું સ્મરણ કરી સૂઈ ગયો.
ત્યારે, “હે ભાઈ ! હે પિતા ! હે કૃપાળુ દેવતાઓ ! આ પાપી પુરુષથી મારી રક્ષા કરો.' એવી કોઈ સ્ત્રીની દીનતા ભરેલી વાણી વારંવાર સાંભળી રાજકુમાર જાગી ગયો. તે શબ્દને અનુસારે ચાલતાં ચાલતાં પર્વતની ખીણમાં ધ્યાનમાં બેઠેલો એક પુરુષ, તેની સન્મુખ વિહ્વળ થયેલી નારી અને અગ્નિનો કુંડ તેને દેખાયા.
આ કોઈ મૂઢ પુરુષ કોઇક સાધના માટે આ અબલા સ્ત્રીને મારવા ઇચ્છે છે, એમ જણાય છે. માટે હું આ સ્ત્રીને છોડાવું. એમ વિચાર કરી દૂરથી જ રાજકુમારે તે પુરુષને કહ્યું, “અરે પાપી નરાધમ ! તું આ શું કરે છે ? આ બાલાને છોડી દે. જો નહીં છોડે તો હું તને યમગૃહમાં પહોંચાડીશ.
કુમારનાં વચનોથી ત્રાસ પામેલો તે સાધક સ્ત્રીને ઉપાડીને આગળ દોડવા લાગ્યો. કુમાર તેની પાછળ દોડ્યો. આથી કુમારથી બચવા તે વિદ્યાસાધકે એક કૂવામાં ઝંપલાવ્યું. કુમાર પણ તેની પાછળ કૂવામાં પડ્યો. આ કૂવો પાતાલમાં પ્રવેશવાના માર્ગ સમો હતો.
- વિદ્યાસાધક ક્યાં ગયો તેની ખબર પડી નહીં, છતાં ધૈર્યપૂર્વક કુમાર આગળ વધ્યો. ત્યાં તેને ફરી અગ્નિનો પ્રકાશ દેખાયો અને ફરી પેલી સ્ત્રીનું આઝંદ સંભળાયું. આથી કુમાર એકદમ ધીમે પગલે છેક વિદ્યાધર પાસે પહોંચી ગયો અને તેને પડકાર્યો કે, “હે મહાસત્ત્વ ! આ તું શું કરે છે ? આ બધુ ગુરુના આદેશથી કરે છે કે તારી બુદ્ધિથી કરે છે ?'
તે વિદ્યાધરે કહ્યું, “હે પ્રવાસી ! તું સ્વેચ્છાએ તારે માર્ગે ચાલ્યો જા. મારે તારી શિખામણની કોઈ જરૂર નથી.' તેટલામાં તે કુમારિકાએ કુમારની સામે દ્રષ્ટિ કરીને કહ્યું, “હે પરોપકારી ! આ પાપીથી મારી રક્ષા કરો.'
એ બાલિકાનાં આવા દીનતાપૂર્વકનાં વચનો સાંભળીને કરૂણાપૂર્વક રાજકુમારે ફરીથી કહ્યું, “હે મહાસત્ત્વ ! તું ક્ષત્રિયકુળમાં અવતર્યો છે, છતાં આ અશરણ અબલાનો વધ કેમ કરે છે ? સ્ત્રીના વધથી કોઇપણ વિદ્યા સિદ્ધ ન થાય. કારણ કે પાપકારી આરંભથી તો પુણ્યકર્મનો નાશ થાય છે. તેથી આ સ્ત્રીને છોડી દે અને સ્ત્રીહત્યાના પાપથી ભારે થઇ ફોગટ દુર્ગતિમાં ન પડે.”
રાજકુમારના આવા હિતકારી વચનોથી વિદ્યાધર વધારે કોપ પામ્યો. કહ્યું કે, તું તારા માર્ગે ચાલ્યો જા. નહીં તો તારા મસ્તકને હું ફોડી નાંખીશ.” એમ કહેતો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧