SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષનું આ વચન સાંભળીને રાજકુમાર હિંમતપૂર્વક હસીને બોલ્યો, “હે યક્ષ ! આવી ઉદ્ધત વાણીથી તું મને ભયભીત નહીં કરી શકે. તું પ્રસન્ન થા, કોપ છોડી દે ! અને હૃદયમાં વિવેકપૂર્વક વિચાર કર, નિરપરાધી મનુષ્યોને તું શા માટે હણે છે ? પૂર્વપુણ્યથી પ્રાપ્ત થયેલું આ અનુપમ દેવપણું ભોગવ અને મનુષ્યોના વિનાશને છોડી દે. ક્રોધથી અંધ થયેલા પુરુષને આ લોકમાં કે પરલોકમાં જરા પણ સુખ મળતું નથી. માટે હે ભાગ્યવાન્ ! તું ક્રોધ છોડી દે, દયામય ધર્મનું શરણું સ્વીકાર.' આ રીતે રાજકુમારનાં હિતકારી ઉપદેશ વચનો સાંભળી, ઉલટો તે યક્ષ વધારે ક્રોધિત થયો અને રાજકુમારને કહેવા લાગ્યો, “તું મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. હું જોઉં, તારા ધર્મનું માહાભ્ય કેવું છે? એમ કહી મુદુગર હાથમાં લઈ તે મહાકાલ યક્ષ રાજકુમારની સામે કાલની જેમ દોડ્યો. તેને આવતો જોઈ મહીપાલકુમાર પણ સન્મુખ થયો. તે બંનેનું પરસ્પર ઘણોકાળ યુદ્ધ થયું. છેવટે યક્ષને અજેય જાણી, કુમારે ખગ વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણમાત્રથી વિદ્યાધિષ્ઠિત ખડ્ઝરત્ન રાજકુમારના હાથમાં આવ્યું. તેમાંથી અગ્નિજવાળાઓ નીકળતી હતી. આવા ખગને જોઇને યક્ષ અત્યંત ભય પામ્યો. ભયભીત થયેલા યક્ષને મધુરવાણીથી કુમારે કહ્યું, “હે યક્ષ ! તને સાચે ખગ્નથી ભય લાગ્યો હોય, તો હજી પણ હિંસા છોડી દે, દયામય ધર્મ સ્વીકાર અને સર્વ જીવો ઉપર સમતાભાવ ધારણ કર.' કુમારનું સત્વ, શૌર્ય અને પૈર્ય જોઇ યક્ષ તેને શરણે આવ્યો ને બોલ્યો, “હે વીર ! વરદાન માંગ ! તેં મને જીતી લીધો છે. ખરેખર ! ધર્મથી સર્વત્ર જય થાય છે. તે સત્ય છે. કારણ કે હું હિંસા કરનાર છું અને તું સર્વને અભય આપનાર છે, તેથી જ તારો જય થયો છે. યક્ષને શરણે આવેલો જોઇ, તેને ધર્મમાં વધુ દ્રઢ કરવા કુમાર બોલ્યો, “હે યક્ષરાજ ! તમે જો ધર્મ સમજ્યા હો તો જીવદયા પાળવામાં સ્થિર થજો. જીવદયાથી એક બગલા જેવો ક્ષુદ્ર પક્ષી પણ સ્વર્ગનું સુખ પામી મુક્તિ પામ્યો હતો. યક્ષે પૂછ્યું, “તે બગલો કોણ હતો ?' તેથી કુમાર તેને બગલાની કથા કહે છે. • ધાર્મિક બગલાની કથા : એક સુંદર ઉપવન હતું. તેમાં સ્વચ્છ જળવાળું સરોવર હતું. ત્યાં ઘણા પક્ષીઓ રહેતા હતા. તેમાં એક બગલો પણ હતો. પહેલાં તો તે ખૂબ રૌદ્રધ્યાની, માછલા, કાગડા આદિને મારીને જીવન ચલાવતો. એક વખત ત્યાં એક કેવળજ્ઞાની મહાત્મા પધાર્યા. દેવોએ સુવર્ણકમળ રચ્યું. તે ઉપર તે મહાત્મા બિરાજ્યા. તેમના પ્રભાવથી આજુબાજુમાં રહેલા સર્વ પશુપંખીઓ શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૯
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy