________________
આવતો માટે સામાન્ય દુઃખમાં પણ અતિ દુઃખ લાગે છે. ઘણાં માણસો થોડાકમાં પણ કેટલુંય દુઃખ માનતા હોય છે અને ઘણાં માણસો કેટલાય દુઃખમાં પણ સમતાભાવ રાખે છે, તેથી તેમને ઘણું દુઃખ થોડું લાગે છે.
વચમાં એક લેખ વાંચેલ કે, પેલા વણઝારાં જે ગામે-ગામ ચાલતાં હોય, તેમને પોતાનું ઘર નથી હોતું, પોતાનું નામ નથી હોતું, તેઓ ગામે-ગામ ફરતાં હોય, ગાડાંની ઓથમાં રસોઈ કરે, ગાડાંની ઓથમાં જ સૂઇ જાય અને મસ્તીથી રહેતાં હોય. ત્યાં બે શહેરી માણસો નીકળ્યાં, ત્યારે એક ડોશીમા કહે છે કે, તમારા ભાઈ તો બહાર ગયા છે પણ હું હમણાં જ રોટલા ટીપી દઉં છું. તમે જમીને જાવ. રોટલા અને શાક કરતાં કેટલી વાર લાગે ? ખુલ્લા આકાશ નીચે ખાટલો ઢાળીને પૂર્ણ પ્રસન્નતાથી આવકાર આપ્યો. જ્યારે આપણી પાસે કેટલીય વસ્તુઓ હોય પણ ચિત્તની પ્રસન્નતા નથી એટલે શાંતિનાથ ભગવાનની પાસે આપણે જે પરિસ્થિતિમાં હોઈએ, જેવા પણ વાતાવરણમાં હોઇએ તેમાં આપણું મન શાંત રહે તેવી માંગણી કરવી જોઇએ.
ત્રીજું ચૈત્યવંદન રાયણ પગલાંનું છે. રાયણ પગલાં એટલે ભગવનના પગલા. પગલાનો બીજો અર્થ છે ચરણપાદુકા અને ચરણનો બીજો અર્થ છે ચારિત્ર. એટલે રાયણ-પગલે ચારિત્રની માંગણી કરવી. ચારિત્રનો અર્થ માત્ર વેશ બદલવાનો નથી, અંદરથી ચારિત્ર આવવું જોઇએ. અંદરથી ચારિત્ર આવ્યા પછી જો વેશ બદલાય તો તેની મજા કંઈ જુદી જ હોય છે. તો અંદરનું ચારિત્ર એ શું છે? આત્મરમણતા... દુનિયાની કોઈ બાહ્ય વસ્તુમાં રસ જ ન હોય, આત્મામાં જ રસ હોય. સત્ય, સંતોષ એ બધા આત્માના ગુણો છે, તેમાં આત્મરમણતા આપોઆપ આવી જ જાય, એટલે ત્રીજા ચૈત્યવંદનમાં આત્મરમણતાની માંગણી કરવાની છે.
ચોથુ ચૈત્યવંદન છે પુંડરીકસ્વામીજીનું.. પુંડરીક એ કમળનું નામ છે. કમળ ઘણી જાતનાં હોય છે. પરંતુ તેમાં પુંડરીક કમળ શ્રેષ્ઠ કમળ ગણાય છે. કમળનો સ્વભાવ છે કે, એ કાદવમાં ઊગે છે, પાણીમાં મોટું થાય છે અને છતાં પણ કાદવ અને પાણીથી અદ્ધર રહે છે. તેને પાણીનું ટીપું પણ ચોંટતું નથી. પાણીનું ટીપું એના પર પડે તો પણ નીચે સરી જાય છે. તેવી જ રીતે આપણે સંસારમાં જન્મ્યા છીએ, સંસારમાં મોટા થયા છીએ તેમ છતાં સંસારની કોઈ વસ્તુ આપણને અડે નહીં તેવી માંગણી પુંડરીકસ્વામી પાસે કરવાની છે, તેવી ભાવના કરવાની છે. જો આવી ભાવના દરેક ચૈત્યવંદન કરતા કરીશું તો ધીમે-ધીમે એવી સ્થિતિ આપોઆપ સર્જાઇ જશે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૭૨