________________
આ જીભ દ્વારા અભક્ષ્યનું ભક્ષણ કરવું જોઇએ નહીં. શરીર છે માટે ખાવું પડે, પણ આપણું પેટ એ ગટર નથી કે જે આવે તે નાખ્યા જ કરીએ. જેમ ગટરમાં બધુ પડે છે અને ગટરની નદી ચાલે છે એ કેવી લાગે છે ! બસ એ ગટરની નદી ઉત્પન્ન કરનાર બીજું કોઇ નહીં પણ આપણું પેટ જ છે. બીજા બધાના કારખાના તો ઘણાં જ છે પણ આ ગટરના કારખાના ઉત્પન્ન કરનાર એ આપણે પોતે જ છીએ. માટે ગમે તે ખાવું નહીં, ગમે તેવું બોલવું નહીં અને સત્ય બોલવું. આવા પ્રકારનો મુખકોષ બાંધીને પૂજા કરીએ તો તેનો આનંદ કાંઇ અનેરો જ હોય છે.
એટલે સ્નેહ ભાવવાળા રહેવું, જીવ માત્ર પ્રત્યે સ્નેહ રાખવો અને મોઢાથી અસત્ય ભાષણ, અસભ્ય ભાષણ અને અભક્ષ્ય ભક્ષણ કરવું નહીં.
દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ...
મનમાં સંતોષ રાખીને, આપણા કર્મ પ્રમાણે જે કોઇ પણ પરિસ્થિતિ આવી છે, જેવા પણ વાતાવરણમાં આપણે જન્મ્યા છીએ, જે વાતાવરણ આપણને મળ્યું છે તેમાં સંતોષ માનવો જોઇએ. સંતોષ માનવાથી પૂર્વના અશુભ કર્મોનો ક્ષય થાય છે અને નવા શુભકર્મો બંધાય છે. જે માણસ સંતોષપૂર્વક જીવતો હોય, પોતાના મુખને કાબૂમાં રાખતો હોય અને સ્નેહથી યુક્ત હોય તેવો માણસ જો કોઇપણ ભગવાનની પૂજા કરે તો એ પૂજાથી શત્રુંજયનાં આદિનાથ ભગવાન જેટલો જ લાભ થાય છે.
શત્રુંજય ઉપરનાં પાંચ ચૈત્યવંદનો...
પહેલું ચૈત્યવંદન એ જય તળેટીનું છે. તળેટીનાં ચૈત્યવંદનમાં માંગવાનું છે કે મારામાં સ્નેહભાવ પરિણમો, શત્રુનો જય કોનાથી થાય છે ? સ્નેહભાવથી... એટલે મારામાં સ્નેહભાવ ઉત્પન્ન થાવ.
બીજુ ચૈત્યવંદન શાંતિનાથ ભગવાનનું છે. આપણે શાંતિનાથ ભગવાન પાસે માંગીએ છીએ કે મારા દુઃખ-દર્દ દૂર થાવ, પણ એ નહિ, મારા રાગ-દ્વેષ દૂર થાય એવી માંગણી કરવાની છે. જો રાગ-દ્વેષ શાંત થશે તો દુઃખ-દર્દ શાંત થવાના જ છે. આપણે રાગ અને દ્વેષના કારણે જ દુઃખી થઇએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે રાગ ઉત્પન્ન થાય એટલે જીવને બાળે, દ્વેષ ઉત્પન્ન થાય તો પણ જીવને બાળે અને રાગ-દ્વેષની શાંતિ થાય એટલે ટાઢક વળે. ખંધકઋષિની ખાલ ઉતારવા આવ્યા તો પણ તેમણે શું માન્યું, કે કર્મ ખપાવવા માટે મેં દીક્ષા લીધી છે, તો આ સહન કરવાથી મારા કર્મ જલ્દી ખપી જશે. આપણને આવો વિચાર નથી
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૭૧