________________
ચોવિહાર છઠ્ઠ કરી... સાત યાત્રા...! અરે... ચાલ... સચિન... ચાલ... સંયમે પોતાના મિત્રને કહ્યું. સંયમ : ક્યાં જવાની વાત કરે છે.
અરે ભાઈ ! શત્રુંજય પર્વત ઉપર. બે દિવસના પાણી વિના ઉપવાસ કરી સાત યાત્રા કરવા.
એમ... કોણ કોણ જાવ છો ?
અમે... ૫00 યુવાનો પાવન ગિરિરાજની સાત યાત્રા કરી... નજીકના ભવોમાં મુક્તિની ટીકીટ મેળવીશું.
એનું વળી આટલું બધું મહત્ત્વ શું છે. તું કંઇક સમજાવીશ?
હા... ભાઈ.. કેમ નહીં... પૂ. ગુરુદેવના મુખેથી જ એમનો મહિમા સાંભળ્યો છે. તે તને જણાવવામાં શું વાંધો... તો ભાઈ બરાબર સાંભળજે ને અમારી સાથે તું જોડાઈ જજે. આ તીર્થભૂમિ ઉપર અનંતા... અનંત આત્માઓ પરમ પદને પામ્યા છે. કાંકરે કાંકરે અનંતા સિદ્ધા સિદ્ધશે ભાવિ અનંત.”
જે કોઇ પુણ્યાત્મા... ચૌવિહાર છ કરી સાત યાત્રા કરે તે પ્રાયઃ ત્રીજા ભવે મોક્ષને પામે છે. કારણ કે જ્યાં અન્ન અને પાણીનો ત્યાગ કરી શરીરને ખૂબ કષ્ટ આપી જે દેહાધ્યાસ તોડે અને અનંતા સિદ્ધાત્મા જોડે મન જોડે. સતત બે દિવસ તેમનું જ ધ્યાન... એમનું જ રટણ, એમનામય બની જવાથી આપણા મન-વચન-કાયાના યોગો ખૂબજ પવિત્ર અને નિર્મળ બને છે. જ્યાં અનંતા આત્માઓ શુભ ભાવો દ્વારા સિદ્ધિપદને પામ્યા છે. તેમના અણુ પરમાણુ દ્વારા આપણો આત્મા વાસિત બને છે. આવો છે યાત્રાનો મહિમા... કેટલાય પુણ્યાત્માઓએ આજ સુધી આવી ઉત્તમ કોટીની યાત્રા કરી પોતાનું જીવન સફળ બનાવ્યું છે. તો ભાઈ તું પણ આવી મહિમાવંતી યાત્રા કરવા ચાલ.
અઈમુત્તા મુનિવર એમ ભાખે, સાંભળજો ભવિ પ્રાણી રે, ચોવિહારથી છઠ્ઠ તપ કરીને, શત્રુજય શુભ ધ્યાની રે; હોય દિવસ ને સાત જાતરા, કરતાં નિશ્ચિત વાણી રે,
ભવ ત્રીજે મુક્તિ સુખ પાવે, ગિરિ ચડજો એમ જાણી રે. ના, હવે એકપણ જન્મ વધારવો નથી જ. ગર્ભકાળની, જન્મ અને મરણની વેદના અને પરાધીનતા હવે ન જ જોઇએ. ભવનો થાક લાગ્યો હોય તો ભાવપૂર્વક ચોવિહારો છઠ્ઠ કરી સાત યાત્રા કરી લઇએ. ત્રીજા ભવે મોક્ષની ગેરંટી કેવલી શ્રી અઈમુત્તાજી આપે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૬૩