________________
હતી, એક હાથમાં સુવર્ણ દંડ અને બીજા હાથમાં મધુર ફળોથી પરિપૂર્ણ પાત્ર હતું. તે ફળો તેણે પ્રભુ આગળ ધર્યા, પરમાત્માની ભક્તિ કરીને બહાર નીકળી. મહીપાલ પણ યોગિનીના દર્શન થતાં જ સંભ્રમપૂર્વક મંદિરની બહાર નીકળી યોગિનીને ગોત્રદેવી માની વિનયપૂર્વક રાજકુમારે નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી કે, “હે દેવી ! તમે ખરેખર મારા ગોત્રદેવી જ છો, જેથી આવા ભયાનક જંગલમાં હાલ તમે પ્રગટ થયા છો.'
ત્યારે યોગિનીએ કહ્યું, “વત્સ ! હું દેવી નહીં, પણ તપસ્વિની, માનુષી છું. તું આજે મારો અતિથી છો. એટલે મને અતિથિસત્કારનો લાભ આપ.' એમ કહી યોગિની આગળ ચાલી. કુમાર એની પાછળ ચાલ્યો. આગળ માર્ગમાં ફળોથી ભરપૂર વૃક્ષ નીચે યોગિની ઉભી રહી અને વૃક્ષ પાસે પાત્ર ધરીને ફળોની યાચના કરી એટલે વૃક્ષોએ સ્વયં તેનું પાત્ર ફળોથી ભરી દીધું. તે પાત્ર યોગિનીએ રાજકુમારની પાસે મૂક્યું. કુમારે તેમાંથી કેટલાક ફળો લઈને ખાધાં.
ત્યારબાદ યોગિનીએ પૂછ્યું, “હે વત્સ ! તું ક્યાંનો છે ? અને ક્યાં જવાનો છે ?” કુમારે કહ્યું, “હે માતા ! હું સાર્થથી ભ્રષ્ટ થઈ અહીં આવી ચડ્યો છું. હવે શ્રી નેમિનાથ ભગવાનને અને તમને નમસ્કાર કરી, હું મારા નગરમાં જવા ઇચ્છું છું.”
યોગિનીએ કહ્યું, “હે વત્સ ! આગળ જે આ વન દેખાય છે, તેમાં મહાકાળ નામે એક યક્ષ વસે છે. તેણે ઘણા લોકોનો સંહાર કર્યો છે, માટે દૂરથી જ એ વન છોડીને સુખપૂર્વક ચાલ્યો જજે.”
આ રીતે મહીપાલ અને યોગિની પરસ્પર વાતો કરતા હતા, તેટલામાં મહાતેજસ્વી કોઈ મુનિ અચાનક આકાશમાર્ગે ગમન કરતાં ત્યાં નીચે ઉતર્યા. મહામુનિને જોઇ, તે બંને ઊભા થયા અને તેમને નમસ્કાર કર્યા. મુનિએ તેમને “ધર્મલાભ” રૂપ આશિષ આપ્યા. એટલે તેઓએ કહ્યું કે, “હે ભગવન્ ! શ્રી નેમિનાથ ભગવાનનાં વંદનનું સાક્ષાત્ ફલ સ્વરૂપ આપનું દર્શન અમને મળ્યું. આપ સાક્ષાત્ સમતારસના સમુદ્ર અને પુણ્યના ભંડાર છો. અમારામાં યોગ્યતા હોય તો અમને ધમપદેશ આપો.'
કુમારની ઉત્કંઠા જાણી તે મહામુનિએ ધર્મોપદેશ આપતાં કહ્યું, ‘વીતરાગ પરમાત્માની પૂજા અત્યંત લાભદાયક છે. જિનેશ્વર ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરવાથી અઢળક પુન્ય બંધાય છે. ત્રિકાળ પૂજા કરવાથી પુન્યની વૃદ્ધિ, પાપનો ક્ષય, ગ્રહપીડાની શાંતિ, સામ્રાજ્ય પ્રાપ્તિ વગેરે લાભ થાય છે. માટે વિવેકી આત્માઓએ હંમેશાં જિનપૂજા કરવી જોઇએ.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૭