________________
અને સ્વપ્નની જેમ ક્ષણવારમાં યોગીરાજ, મહેલ એ બધું અદ્રશ્ય થયું. કુમારે ફરી પોતાને ભયંકર જંગલમાં જોયો.
આ બનાવથી આશ્ચર્ય પામી મહીપાલકુમાર યોગસામ્રાજ્યનો વિચાર કરતો કરતો આગળ ચાલ્યો. ત્યાં તેણે એક નિર્મળ જલથી ભરપૂર વિશાળ પાણીનો કુંડ જોયો. કુમારને તેમાં સ્નાન કરવાની ઇચ્છા થઇ. એટલે જેટલામાં કુંડમાં પ્રવેશવા જાય છે, ત્યાં વળી તેણે, “ના... ના...' એવી વાણી સાંભળી.
આમ તેમ જોતાં કોઈ મનુષ્ય દેખાયો નહીં, પણ એક વાંદરો તેની નજીક આવ્યો અને મનુષ્યની વાણીમાં બોલ્યો કે, “હે કુમાર ! આ કુંડમાં પડીશ નહીં. એમાં રાક્ષસ રહે છે. કુંડમાં જનારને આ રાક્ષસ મારી નાંખે છે. જો ... એના હાડકાનો ઢગલો અહીં દેખાય છે. તું કોઇક યુવાન, સુંદર રાજપુત્ર દેખાય છે. માટે હું તને કહું છું કે તું અહીંથી ચાલ્યો જા. નહીં તો રાક્ષસ તને પણ મારી નાંખશે.'
વાનરનું આવું વચન સાંભળી મહીપાલ હસીને બોલ્યો, “અરે ! તું ખરેખર પશુ જ છો ! જેથી સૂર્યને અંધકારના ભયની જેમ મને રાક્ષસનો ભય બતાવે છે.” રાજપુત્રની આવી વાણી સાંભળી કપિરાજ બોલ્યો કે, “જો તારી શક્તિ હોય તો તું ખુશીથી જા ! ત્યાં એક પ્રચંડ કોપવાળો અને ભયંકર રાક્ષસ છે.” એમ કહી તે કપિરાજ વનમાં અદ્રશ્ય થઈ ગયો.
પછી રાજપુત્ર વિદ્યાથી વિભૂષિત યોગીએ આપેલું ખગ્ન હાથમાં લઈ જલ્દીથી કુંડની નજીક આવ્યો અને જલાશયમાં પ્રવેશ કર્યો ત્યાં જ ક્રોધથી લાલ આંખવાળો રાક્ષસ પ્રગટ થઈ તેની સામે દોડ્યો. તેઓ બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ઘણો કાળ યુદ્ધ કરીને છેવટે ખગવિદ્યાના પ્રભાવથી કુમારે રાક્ષસનો પરાભવ કર્યો અને રાક્ષસ કુમારના શરણે આવ્યો. રાક્ષસે કહ્યું, “તમે મને જયારે યાદ કરશો ત્યારે હું આવીને તમારી સેવામાં હાજર થઈશ.” આમ કહીને રાક્ષસે મહીપાલ રાજકુમારને વેષ પરાવર્તિની અને સંરોહિણી=શરીર પરના ઘા રૂઝાવનારી એવી બે ઔષધિઓ આપી અને પોતે હિંસાનો ત્યાગ કરી દયાધર્મનો સ્વીકાર કર્યો. ત્યારબાદ રાજકુમારે તેને અનુજ્ઞા આપી એટલે તે અદ્રશ્ય થયો. • શ્રીનિવાસ વન - યોગિનીનો મેળાપ :
સરોવરમાંથી બહાર આવી કુમાર આગળ ચાલ્યો અને શ્રીનિવાસ નામના વનમાં આવ્યો. ત્યાં શ્રી નેમિનાથ ભગવંતનું સુંદર મંદિર જોઇ, આનંદપૂર્વક તે જિનમંદિરમાં જઈ, હર્ષથી પ્રભુને નમસ્કાર કર્યા, સ્તુતિ કરી અને પ્રભુ સન્મુખ બેઠો. તેટલામાં ત્યાં એક યોગિની જોઈ. એ યોગિનીએ પલાશની પાદુકા પહેરી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬