________________
બાજુ જંગલી પ્રાણીઓ ફરતા હતા. કુમાર વિચારવા લાગ્યો કે, ‘આ સ્વપ્ન છે ? ઇન્દ્રજાળ છે કે કોઇ દેવકૃત માયા છે ? હું તો મારા મહેલની અગાસીમાં સૂતો હતો અને આ તો ભયંકર જંગલ દેખાય છે. હું અહીં ક્યાંથી આવ્યો ? મને અહીં કોણ લાવ્યું ? આમ, વિચારમાળામાં ખોવાયેલ કુમાર ધૈર્ય ધારણ કરી આગળ ચાલવા લાગ્યો. ત્યાં જ તેને મધુર શબ્દો સંભળાયા.
‘હે કુમાર ! તું ડરીશ નહીં. હું તને અહીં લાવ્યો છું.' અવાજની દિશામાં ધારીને જોઇ, એ તરફ ચાલતાં કુમાર ગીચ ઝાડીમાંથી પસાર થઇ આગળ ચાલ્યો. ત્યાં તેણે એક સુંદર રાજમહેલ જોયો.
તે મહેલ સોનાનો હતો. તેમાં વિવિધ પ્રકારના રત્નો જડેલા હતા. તેના ઝરૂખાઓ સુંદર કોતરણીવાળા હતા. શિકારી પ્રાણીઓથી ભરપૂર આવા ગીચ જંગલમાં આટલો સુંદર મહેલ જોઇ કુમાર આશ્ચર્યસહિત મહેલમાં ગયો. એક પછી એક માળ ચડતો જાય છે... ત્યાં કલાત્મક સુંદર ઘણી બધી વસ્તુઓ હતી. પણ કોઇ વ્યક્તિ દેખાયું નહીં. છતાં કૂતુહલવશ ઉપર ચડતાં કુમાર છેક મહેલની અગાસીમાં પહોંચી ગયો. ત્યાં પદ્માસન મુદ્રામાં બેઠેલા એક યોગીપુરુષને તેણે જોયા.
સાગરમાં નાવડી સમાન આવા ભયંકર જંગલમાં પણ દયાના નિધાન, તપના તેજથી તેજસ્વી, ધ્યાનમગ્ન યોગીશ્વરને જોઇ કુમારે ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. એટલામાં યોગીરાજે પણ ધ્યાન પૂર્ણ કર્યું. કુમા૨ને મધુરવાણીથી સત્કાર્યો અને બોલ્યા, ‘હે કુમાર ! તારું સ્વાગત હો...! તું વિકલ્પોથી મૂંઝાઇશ નહીં. સદ્વિદ્યાનું અર્પણ કરીને ગુરુના ઋણથી મુક્ત થવા હું તને અહીં લાવ્યો છું. સૂર્યોદય થઇ ગયો છે. તું ક્ષુધાતુર છે. માટે પહેલાં જમી લે.'
એમ કહી, યોગીરાજે દિવ્ય શક્તિથી રસવતી ભરેલો થાળ આકાશમાર્ગે મંગાવ્યો અને મહીપાલકુમારને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. ભોજનથી નિવૃત્ત થઇ કુમાર વિનયપૂર્વક નમ્ર બનીને યોગીશ્વર સામે બેઠો. યોગીશ્વરે કહ્યું, ‘મારી પાસે ગુરુદત્ત ખડ્ગસિદ્ધિની વિદ્યા છે. મારું આયુષ્ય હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આથી આ સિદ્ધિ હું કોઇક યોગ્ય પાત્રને આપવા ઇચ્છું છું. તારામાં એ યોગ્યતા છે. આથી તું તેને ગ્રહણ કર.'
મહીપાલકુમા૨ે પણ ‘તહત્તિ’ કહેતાં વિધિપૂર્વક એ વિદ્યા ગ્રહણ કરી. ત્યારબાદ તત્કાળ એ યોગીરાજે ફરી પદ્માસન મુદ્રા ધારણ કરી સ્નાયુ રૂંધ્યા અને ક્ષણવારમાં યોગસાધના દ્વારા પ્રાણત્યાગ કર્યો. આખો મહેલ તેમની દેહકાંતિથી દેદીપ્યમાન થયો શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૫