SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય તીર્થ પર આવો અભિષેક કરતાંની સાથે જ મુશળધાર વરસાદ પડ્યો હતો અને ખાલી પાણીના કુંડો પાણીથી છલકાઈ ગયા હતા. ત્યારથી જ તેમના હૃદયમાં શ્રી શત્રુંજય પ્રત્યેની ભક્તિનું પુર વધવા જ માંડ્યું હતું. જે છેલ્લે ગિરિરાજનો સંપૂર્ણ અભિષેક કરવામાં પરિણમ્યું હતું. આ ગિરિરાજનો અભિષેક રજનીકાંતભાઇએ પોતે પોતાના હૈયાની શુભભાવનાથી ને પ્રેરણાથી જ કર્યો હતો. તેઓને આમાં કોઇ પણ પ્રેરણા આપેલ ન હતી. બસ તેના હૈયામાં રોજ રોજ એકજ ગુંજારવ રણક્યા કરતો હતો કે હું શ્રી શત્રુંજયના મહિમાને ખૂબ ખૂબ વધારું અને તે મહિમા વધારવા માટે પહેલાં સમગ્ર ગિરિરાજને ઉત્તમોત્તમ દ્રવ્યો અને બધી મોટી મોટી નદીઓનાં જલથી અભિષેક કરું. આ વિચાર એમણે મનમાં કર્યો. પછી પોતાના ધર્મના ભાગીદાર શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરીને વાત કરી. ત્યાર પછી એમના દરેક ધાર્મિક કાર્યમાં બોડીગાર્ડ જેવા ખાસ સાધર્મિકભાઈ ચંદુભાઇ ઘેટીવાલા સાથે આ કાર્યનો વિચાર વિનિમય કર્યો. ઘણાય ગુરુ ભગવંતો અને સાધર્મિકોની સલાહ લીધી. ત્યારબાદ તેઓએ પોતાની બધીજ તૈયારીઓ કરીને શ્રી ગિરિરાજના અભિષેક માટે જૈન સમાજમાં અભિષેક સંબંધી વાતોને વહેતી મૂકી. તેના માટેનું સાહિત્ય છપાવી ગામો ગામ રવાના કર્યું. જેની આછી ઝલક આ પ્રમાણે છે : “હૃદયને શુભ ભાવનાથી મઢી લેજો દેહશુદ્ધિ કરીને શુદ્ધ કપડામાં ઉભરાતા ઉમંગે તમે ગિરિરાજ ચડીને અભિષેકના સ્થાને પહોંચજો . એક એક ડગલું માંડતા ગિરિરાજનો અપરંપાર મહિમા યાદ કરીને ગિરિરાજની ભક્તિથી દિલને ભરી દેજો. જ્યાં જુઓ ત્યાં પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતો અને ગિરિરાજની ભક્તિમાં ગાંડા અને ઘેલા બનેલા ભક્તજનોને નિહાળી નિહાળીને તમે આનંદિત બની જજો . ચારે કોર ગૂંજતા શરણાઈના સૂર અને મંગલ વાંજીત્રોના કર્ણમધુર નાદ તમારા હૃદયને આનંદથી ભરી દેશે. તમારા રોમ રોમમાં પ્રસન્નતા પ્રસરાઇ જશે. પહેલા ૧૨ નવકારથી પરમેષ્ઠિનું ધ્યાન ધરજો. ખામેમિ સવજીવે...'ની તીવ્ર હાર્દિક ભાવનાથી હૃદયને અત્યંત ભાવિત કરીને વિશ્વના સર્વ જીવો સાથે મૈત્રીનો પુલ બાંધી લેજો . શિવમસ્તુ સર્વજગતઃ'ની મંગલ ભાવનાથી સમગ્ર વિશ્વના સર્વ જીવોના પરમ કલ્યાણની ઉત્તમ કામના હૃદયમાં કંડારી દેજો. ભક્તિની ધૂનમાં ગાંડા અને ઘેલા બની જજો. નાચીકૂદીને ગિરિરાજની ભક્તિ વ્યક્ત કરજો . આંખમાંથી આનંદાશ્રુની ધારાઓને વહેવા દેજો. રોમ-રોમમાંથી ભક્તિના પોકારોને ઊઠવા દેજો. હૈયાના શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૦ ' લજા'
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy