________________
સોહામણા શત્રુંજયના અલૌકિક અભિષેકનો આછો ઇતિહાસ (આ પ્રસંગ પૂ. મહોદયસાગરજી મ. સંકલિત શત્રુજય કલ્પવૃત્તિ ભાગ-૨માંથી લીધેલ છે.)
સેંકડો વર્ષો પછી – સંપૂર્ણ ગિરિરાજનો જે અલૌકિક અભિષેક વિ.સં. ૨૦૪૭, પોષ સુદ ૫-૬-૭, તા. ૨૨-૨૩-૨૪ - ૧૨-૧૯૯૦ના રોજ થયો અને પુણ્યાત્માઓએ કર્યો તેની આછી રૂપરેખા...
મૂળ સુરતના વતની પોરવાળ જ્ઞાતિના શ્રાવક રજનીકાંત મોહનલાલ ઝવેરી (દેવડી)નો જન્મ સુરતમાં થયો હતો. તેમની માતાનું નામ ભીખીબેન હતું. તેમનો કુટુંબ પરંપરાથી ચાલ્યો આવતો મોતીનો વેપાર કરતો હતો. તેથી તેઓ ઝવેરી કહેવાતા હતા. તેઓની ધર્મપત્નીનું નામ હંસાબેન છે, તેમને હરેશ અને નીલેશ નામના બે પુત્રો ને બીના નામની પુત્રવધુ છે. તેમાંનો પહેલો પુત્ર કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.
મોતીના વેપારીઓમાં કેટલાકની એવી મક્કમ માન્યતા હતી કે રજનીકાંતભાઈ સાથે જે મોતીનો ધંધો કરે તો તેમની પાસેથી લીધેલા માલમાં નફો જ થાય, ખોટ ન થાય. તેઓ તેવી ઉદારતાથી સોદો કરતા હતા.
છેલ્લાં થોડાંક વર્ષોમાં તેમનું જીવન વધુને વધુ ધર્મના રંગે રંગાતું જ ગયું. તેમણે તેમના જીવન દરમ્યાન નામી-અનામી, જાહેર ને ગુપ્ત ધર્મનાં ઘણાં કાર્યો કર્યા હતા.
ત્રણ-ચાર મિત્રોએ મળીને મુંબઈ ચોપાટી-બાબુલનાથમાં એક નાનકડું છતાંયે રમણીય જિનમંદિર બનાવ્યું હતું. ત્યારબાદ તે જ રીતે જાપાનમાં પણ એક ભવ્ય જિનમંદિર બનાવ્યું હતું. એ સિવાય પણ ધર્મ ભાવનાથી પ્રેરાઇને ધર્મના બીજા ક્ષેત્રોમાં અને બહારના ક્ષેત્રોમાં પણ ઉદારતાથી લક્ષ્મીને છૂટે હાથે વાપરી છે. ઘણાં ઠેકાણે તેઓએ નામ વગરનું દાન આપેલ હતું. જેની ખબર ધીમે ધીમે તેઓ દિવંગત થયા પછી પડે છે. મુંબઇનાં પરાઓમાં ૪૦૦ થી ૫૦૦, મધ્યમ કુટુંબોને ૫૦૦ થી ૧૦૦૦, સુધીની નિયમિત સહાય કરતા હતા.
સુરતમાં પોતાની જ્ઞાતિનાં કુટુંબો અને નિરાધાર બહેનોને ખૂબ ખૂબ સહાય કરતા હતા. તેઓને છેલ્લાં થોડાંક વર્ષોથી શ્રી શત્રુંજય પ્રત્યેની ભક્તિભાવના સ્વયં સ્કુરિત થવા લાગી હતી.
આ પૂર્વે શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવા જ પ્રકારના અભિષેકના બે નાના પ્રસંગો તેઓએ અપૂર્વ ઉલ્લાસ ને આનંદ સાથે ઉજવેલા હતા. એક વખતે દુકાળમાં શ્રી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૯