SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ તાર-તારમાં અને લોહીના બુંદ-બુંદમાં ‘ગિરિરાજ-ગિરિરાજ'ના પવિત્ર આંદોલનો ઊઠવા દેજો અને હૃદયના ઊંડાણમાંથી સમગ્ર વિશ્વની શાંતિનો, સર્વ જીવોના કલ્યાણનો અને જૈન સંઘના અભ્યદયનો મંગલ સંકલ્પ તમે કરી લેજો. ભગવાન ભવ્ય, દિવ્ય અને અપાર દયાળુ છે. હૃદયમાં ઉદ્ભવેલી આ શુભ ભાવના અને પછી આરંભાયેલા આ ગિરિરાજના અલૌકિક અભિષેક આપણા કર્મ મળને દૂર કરીને રહેશે. ગિરિરાજ અભિષેક પહેલા હૃદયશુદ્ધિ છેલ્લે આત્મસિદ્ધિ. ‘તમે અભિષેક ક્યાં કરશો ?' સમગ્ર ગિરિરાજના એક એક ખૂણામાં, એક એક કણમાં અને એક એક પરમાણુમાં ઠાંસી ઠાંસીને પવિત્રતા ભરેલી છે. કોઈ પણ સ્થાનેથી ગિરિરાજનો અભિષેક મહાફળદાયી બને છે. વ્રતધારી કે તપસ્વી તરીકે અભિષેક કરવાના તપસ્વી પાસ” જેને નથી મળ્યા તે બધાને દોઢ ગાઉ, ત્રણ ગાઉ કે ૬ ગાઉની પ્રદક્ષિણાના પવિત્ર સ્થાનોમાં સવારે ૯.૩૦ કલાકે પહોંચી જવા વિનંતી છે. તે પ્રદક્ષિણાક્ષેત્રમાં રહેલા ઉલખાજલ, ચંદન તલાવડી, ભાડવા ડુંગર આદિ સ્થાનો પર પોતાના શંખ, કળશ, કુંભ કે તાંબાના લોટા જેની પાસે હશે તેને અભિષેક જળ આપવામાં આવશે. તે સ્થાનો પર ઊભા કરાયેલા ભવ્ય સ્નાત્રમંડપોમાં ર કલાકનો ભવ્યતમ સ્નાત્રમહોત્સવ થશે. ભક્તિઘેલા સંગીતકારો હજારોની મેદનીને ભક્તિના પુરમાં તાણી જશે. સહુના હૈયામાં આનંદની ભરતીઓ ઉછળશે. સહુના રોમ-રોમમાંથી આનંદના ચિત્કારો ઊઠશે. સહુની આંખમાંથી આનંદાશ્રુના રેલાઓ ઉતરશે અને અભિષેકના મુહૂર્તે સહુ કોઈ અભિષેક કરશે. ૧ ગાઉ, ત્રણ ગાઉ અને ૬ ગાઉની પ્રદક્ષિણાના જે સ્થાનેથી અભિષેક થવાના છે તે સ્થાન માટેના પાસ અગાઉથી કાર્યાલય પરથી પ્રાપ્ત કરી લેશો. તમોને જે જગ્યાનો પાસ અભિષેક કાર્યાલયમાંથી આપવામાં આવે તે સ્વીકારીને તે જગ્યા પર સમયસર આપ પહોંચી જશો. અભિષેક માટેની નિર્ધારીત કરેલી આ બધી ભૂમિઓ પવિત્રતમ છે. તેનો ઇતિહાસ વાંચતા શરીરના ૩ કરોડ રૂંવાડાઓ અને મગજના ૧ અબજ સેલ આ તીર્થની ભૂમિ પર વારી જાય છે. ધન્ય ધન્ય ઓ ગિરિરાજ ! ‘નિરાશ ન થશો... અભિષેક તમે પણ કરી શકશો ગિરિરાજ-અભિષેકના ભવ્ય આયોજનનો કર્ણમધુર ગુંજારવ છેલ્લા કેટલાય મહિનાઓથી તમારા કાનમાં ગૂંજી રહ્યો છે. છાપું હાથમાં લો તો એના જ સમાચાર સાંભળવા મળે ! દેરાસરના બોર્ડ પર નજર કરો તો એની જ પત્રિકા જોવા મળે ! શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૧
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy