SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ઘેટીની પાગે ચૈત્યવંદન કરીને હવે આપણે બીજી યાત્રાનો પ્રારંભ કરીએ છીએ. દાદાના ગુણગાન ગાતાં ગાતાં ઉપર આવી ગયા... સગાળપોળમાં પ્રવેશ કરીને વાઘણપોળમાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કરીને પૂર્વે જણાવ્યું તે પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા દઈને દાદાના દરબારમાં આવી પહોંચ્યા છીએ અને બીજીયાત્રાના ભક્તિરસને લૂંટી રહ્યા છીએ. દાદાને છોડતા પહેલા દાદા પાસે ભૂતકાળના તમામ પાપોનું - દોષોનું ત્રણ-ત્રણ વાર મિચ્છામિ દુક્કડમ્ જરૂર કરી લઇએ. ચાલો... હવે જઇએ નવ ટૂંક તરફ... નવ ટૂંકની યાત્રા શત્રુંજય ગિરિરાજ ઉપર જુદી જુદી નવ ટૂંકો આવેલી છે. તેની યાત્રા કરવા ચાલો આપણે જઇએ. જ્યાં નીરખીએ નવટુંકો, પાતિકનો થાય ભુક્કો, નવ ટૂંક તરફ જતાં પગથીયા જયાં પૂર્ણ થયા ત્યાં કિલ્લામાં પ્રવેશ કરવાનો દરવાજો આવ્યો. આ કિલ્લામાં ધર્મનગરી છે. ઠેરઠેર જિનાલયો પથરાયેલા છે. ટૂંકની સંખ્યા ભલે નવ; પણ દેરાસરો, દેરીઓ, પ્રતિમાઓની સંખ્યા તો ઘણી મોટી ! એક એક શિલ્પ જાણે કે મૂર્તિમંત શ્રદ્ધાનું પ્રતિક ! પરમાત્મા પ્રત્યેના સમર્પણભાવ અને અહોભાવનું પ્રતિબિંબ ! અનેકોને ભગવદ્ ભક્તિમાં તરબોળ કરતું આલંબન ! • અંગારશાપીર : ચાલો... નવટૂંકના દરવાજામાં પ્રવેશીને ડાબી તરફ જઇએ એટલે અંગારશાપીરની દરગાહ આવી. દરેક સંઘના સંઘપતિ દાદાની યાત્રા કરતી વખતે સૌ પ્રથમ અહીં ચાદર ઓઢાડે છે. “આમ કેમ?” જૈનોના સૌથી મોટા તીર્થમાં મુસલમાન પીરની દરગાહ કેમ ? - શેરશાહ નામનો પાટણનો સૂબો હતો. સત્તા અને યુવાનીએ તેનામાં અવિવેકનો તરખાટ મચાવ્યો હતો. ક્યાંક કોઇ રૂપવતી સુંદરી દેખાઈ નથી કે તેને સ્વાધીન કરી નથી. કુણઘેરનો ભાણજી શ્રાવક, પોતાની રૂપવતી પત્ની કોડાઈને લઈને શત્રુંજયની યાત્રાએ જઈ રહ્યો હતો. શેરશાહે અપહરણ કરાવીને તેને પોતાના ઘરમાં બેસાડી. રોજ રૂમ બંધ કરીને કોડાઇ આદેશ્વરદાદા અને શત્રુંજયનું ધ્યાન ધરતી હતી. કોઈકે સૂબાના કાન ભંભેર્યા. તપાસ કરવા સૂબાએ એકાએક રૂમમાં જઈને જોયું તો કોડાઈ ધ્યાનમાં લીન હતી. પૂછ્યું, “શું કરે છે ?' કોડાઇએ કહ્યું, “મારું જીવન શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૧૦
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy