________________
હમણાં જ સંભળાશે... જુઓ...! આપણા મનમાં જે અત્યારે સારા વિચારો, શુભ ફુરણાઓ – સચિંતનો થઇ રહ્યા છે તે બધા પરમાત્માની અદશ્ય દિવ્યદેશના છે.
કહેવાય છે કે પરમાત્માની દેશના બધા પોત પોતાની ભાષામાં સમજી શકે અને બધાને એમ જ થાય કે જાણે ભગવાન મને જ મારી જ વાત કરી રહ્યા છે તેમ ખરેખર...! આપણે પણ સાંભળીએ છીએ...! દેશના સાંભળી ને ? હવે જઇશું નીચે ? શું ? દાદાની આ એક યાત્રા કર્યા છતાં સંતોષ નથી થતો ? બીજી યાત્રા કરવાનું મન ખૂબ થઈ રહ્યું છે ને ! તો પૂર્વના મહાપુરુષોએ એવી વ્યવસ્થા કરી છે કે, દાદાને દરબારે દર્શન કરીને ઘેટીની પાગે ઉતરીને ત્યાં જો તળેટીનું ચૈત્યવંદન કરીએ અને પછી ફરી ઉપર ચઢીને બાકીના ચારે ચૈત્યવંદન કરવાપૂર્વક દાદાના દર્શન કરીએ તો બે યાત્રાનો લાભ મળે. આપણે પણ બે યાત્રા કરવી છે ? તો દરબારમાંથી બહાર નીકળીને રતનપોળ, હાથીપોળ, વાઘણપોળ વટાવીને સગાળ પોળમાંથી બહાર નીકળીએ. ત્યાં મોતીશાની ટૂંક પહેલા ડાબી બાજુ ઘટીની પાગ જવાનો રસ્તો આવ્યો. સીધા ચાલીને હવે આપણે બારીમાંથી બહાર નીકળી નીચે ઉતરવાનું છે.
J ઘેટી પાનની યાત્રા ડુંગર ચઢવા દોહ્યલા... ઊતરતા શી વાર?
આપણે સડસડાટ ઘેટીના પાગ તરફ ઉતરી રહ્યા છીએ અને આ વચમાં આવી ૨૪ તીર્થંકર પરમાત્માના પગલાંની દેરી. બાજુમાં કુંડ અને વિસામો છે. “નમો જિણાણં' કહીને વંદના કરીએ.
હજુ નીચે જઇએ એટલે ઘેટીની પાગ પહેલાં નવી બનેલી સિદ્ધાચલ શણગાર ટૂંક અને બુદ્ધિસાગર ટૂંક આવી. ત્યાં રહેલ તમામ પરમાત્માઓને વંદના કરીએ. “નમો જિણાણું” અને સ્ટેજ આગળ વધ્યા એટલે ઘેટી પાગ આવી. અહીં દેરીમાં પરમાત્માના પગલાં છે... અહીં આપણે સ્તુતિ-સાથીયાદિ કરીને મોટું ચૈત્યવંદન કરીએ. • ઘેટીની પાગ : ઘેટી ગામની પાસે આદપુરમાં આવેલી હોવાથી ઘેટીની પાગ તરીકે પ્રસિદ્ધ છે. પરમાત્મા ઋષભદેવ શત્રુંજય ગિરિરાજ ઉપર કુલ ૯૯ પૂર્વવાર આવ્યા હતા. ૧ પૂર્વ એટલે ૭૦૫૬૦ અબજ (૮૪ લાખ X ૮૪ લાખ) જ્યારે જયારે પરમાત્મા શત્રુંજય પધાર્યા ત્યારે ફાગણ સુદ આઠમ જ હતી અને પરમાત્મા આદપુરની આ ઘેટીની પાગેથી જ ચડ્યા હતા અને તેથી તો નવ્વાણું યાત્રા કરનારે પણ ઓછામાં ઓછી નવયાત્રા તો આ ઘેટીની પાગથી જ કરવાની હોય છે. (નીચે આદપુર ગામમાં ૯૯ ઇંચના આદેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે.)
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૦૯