________________
પતિત થયું છે. પતિતને પણ પાવન કરનાર આદેશ્વર ભગવાન અને શત્રુંજય તીર્થનું ધ્યાન ધરું છું. જો તમે એક વાર તેના દર્શન કરશો તો પાવન થઈ જશો.”
આથી એકવાર સૂબો કોડાઈને લઈને શત્રુંજય પહોંચ્યો. સાથે અંગારશા નામના ઓલીયાને રાખ્યો છે. શત્રુંજય ઉપર અદ્દભૂત, અલૌકિક, દેદીપ્યમાન આદેશ્વર ભગવાનને જોઈને શેરશાહ સૂબો સ્તબ્ધ થઈ ગયો. હાથ જોડાઈ ગયા, ભક્તિભાવથી મસ્તક નમી ગયું. સાથે રહેલા સેવક પાસે પરમાત્માને ચરણે ધરવા સોનામહોરનો થાળ મંગાવ્યો.
અંગારશા ઓલીયાથી આ સહન થતું નથી. મુસલમાન થઈને જૈનોના ભગવાનને નમ્યો ! કાફર થયો ! સમજે છે શું ? ત્યાં તો સોનામહોરોનો થાળ ધરાવાયો. ગુસ્સે થયેલો અંગારશા આદેશ્વર ભગવાન ઉપર શસ્ત્રનો છૂટો ઘા કરીને ભાગ્યો... પડ્યો... મૃત્યુ પામીને પીર બન્યો.
શત્રુંજય અધિષ્ઠાયક કપર્દીયક્ષે એ પીરને નાથ્યો. શત્રુંજયની રક્ષા કરવાનું કામ સોંપ્યું. ભાવિમાં આવનારા મુસલમાનોના હુમલાઓને ખાળવા તેની અહીં દરગાહ
બનાવાઇ.
તીર્થની રક્ષા કરતા હોવાથી સંઘપતિ અહીં ચાદર ઓઢાડીને પછી આગળ યાત્રા કરે છે. • નરશી કેશવજીની ટૂંક : અંગારશા પીરના સ્થાન બાદ અચલગચ્છીય નરશી કેશવજીની ટૂંક આવી. મધ્યમાં મંદિરના મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીને “નમો જિણાણું.” આજુબાજુ રહેલી ૩૪ દેરીમાં રહેલા પરમાત્માને વંદન કરીએ. નમો જિણાણે. • સંપ્રતિ રાજાનું જિનાલયઃ બહાર નીકળતાં સંપ્રતિ રાજાએ બંધાવેલા દેરાસરમાં રહેલા શાંતિનાથ ભગવાન તથા અન્ય સર્વ જિનબિંબોને વંદના કરીએ. નમો જિણાણે.
હવે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ ચારે બાજુ જિનાલયો અને જિનબિંબો આવ્યા કરે છે. “જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી, ત્યાં ત્યાં કરું પ્રણામ.” બધે “નમો જિણાણ કરતાં કરતાં આગળ વધીએ. • મરુદેવી પ્રસાદ : સંભવનાથ પ્રાસાદ, ઋષભદેવ પ્રાસાદ, કુંડીવાળાના તથા કચ્છ નલિયાના નરશી નાથાના દેરાસરમાં ચંદ્રપ્રભસ્વામી વગેરેને વંદના કરતાં કરતાં મરૂદેવીમાતાના પ્રાસાદમાં હાથી ઉપર બિરાજમાન મરુદેવા માતાને વંદના કરીએ. નમો સિદ્ધાણં'. ઋષભની દીક્ષાથી, પુત્ર વિરહથી હજાર વર્ષ સુધી સતત રૂદન કરતાં મરૂદેવામાતાને આંખે પળિયા બાઝી ગયા. ભગવાનને કેવળજ્ઞાન થતાં પૌત્ર ભરત, દાદી મરૂદેવાને તેમના પુત્ર ઋષભનાં દર્શન કરાવવા હાથી ઉપર બેસાડીને લઈ ગયો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૧