________________
હવે આ બધી દેરીઓમાં ભગવાન છે. “નમો જિણાણું' બોલતાં સ્તુતિ બોલતાં બોલતાં દર્શન કરતાં કરતાં આગળ વધશું... આ આવ્યું વીસ વિહરમાન ભગવાનનું દેરાસર...
પાછળની ભમતી ફરીને... અહીં છે અષ્ટાપદજી...ચાલો અંદર પણ ભગવાન છે ને એટલે પ્રદક્ષિણા પણ અપાઈ જશે અને દર્શન થશે...! આ સામે રાવણ અને મંદોદરીના સ્ટેચ્યું છે...!
હવે બધી દેરીઓના દર્શન કરતાં કરતાં આગળ વધશું... • નમિ-વિનમિ ? પછી પાછળની ભમતીમાં આગળ વધીએ તો દેરીમાં વિશિષ્ટ પ્રકારનું શિલ્પ જોવા મળે છે. તે શિલ્પની નજીકમાં દીવો લઇને જોઇએ તો આદેશ્વરદાદાની આજુબાજુ ઊભેલા નમિ-વિનમિના હાથમાં રહેલી તલવારમાં પ્રભુજીનું પ્રતિબિંબ દેખાય છે. જાણે કે ત્રણે જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુજીએ કુલ ત્રણ રૂપ ન લીધાં હોય ! “નમો જિણાણું.' • ભરત-બાહુબલીજી ઃ તેની બાજુમાં બીજે ક્યાંય જોવા ન મળે તેવી અલૌકિક બાહુબલી અને ભરતજીની પ્રતિમા છે. “નમો સિદ્ધાણં' કહીને તેમને વંદના કરીએ. • વિજયશેઠ-વિજયાશેઠાણી : ૮૪૦૦૦ સાધુઓને આહાર-પાણી વહોરાવવાથી જે લાભ મળે તે લાભ વિજયશેઠ અને વિજયાશેઠાણીને જમાડવાથી મળે તેમ કેવલી ભગવાને જણાવ્યું હતું. તેમાં તેમના અણિશુદ્ધ બ્રહ્મચર્યની મહત્તા ગવાઈ છે.
એકને કૃષ્ણપક્ષના અને બીજાને શુક્લપક્ષના બ્રહ્મચર્યનો નિયમ હતો. યોગાનુયોગ બંનેના લગ્ન થયા. પરસ્પરના નિયમની ખબર પડી. કોઇ જ પ્રકારનો અફસોસ કે સંકલ્પ-વિકલ્પ ન કરતાં સાથે રહીને પણ સુવિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન તેઓએ કર્યું. તે બંનેની ઊભી મૂર્તિઓ આ ગિરિરાજ ઉપર ગોખલામાં સ્થાપના કરવામાં આવી છે.
બ્રહ્મચર્યપાલન માટેનું બળ મેળવવા તેમના દર્શન કરીએ. • નવનિધાનનું દેરાસર ઃ આગળ વધતાં નવનિધાનનું દેરાસર આવ્યું. અંદર રહેલા ૧૪ ભગવાનને વંદના કરીએ. કેટલાક આને ચૌદ રતનનું દેરાસર પણ કહે છે. નમો જિણાણે. • નવી ટૂંક : થોડા આગળ વધ્યા એટલે ડાબી બાજુ નવી ટૂંકમાં જવાનો રસ્તો આવ્યો. ચાલો... ત્યાં દર્શન કરવા જઇએ. દાદાની ટૂંક જેવી આ ટૂંક છે. સામે પુંડરિક સ્વામી છે. ભમતીમાં એક દેરીમાં મહાવીર પ્રભુના મુખમાંથી ઝરી રહેલાં ફૂલડાંને ગ્રહણ કરીને માળ ગૂંથતા ગણધરોના વિશિષ્ટ શિલ્પના પણ દર્શન કરીએ.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૦૫