________________
મૂળનાયક આદેશ્વરદાદાનું ચૈત્યવંદન કરીને નવી ટૂંકમાંથી પાછા મૂળટૂંકમાં આવીને ભમતીના દર્શન કરતાં કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ.
અહીં એક દેરીમાં સોના-ચાંદીના ભગવાન છે. જોખમ હોવાથી બંધ જ રાખે છે. પૂજા દરરોજ થઈ જાય છે. • ગંધારિયા ચૌમુખજી : શ્રી ઋષભદેવના પ્રથમ ગણધર અને જેમના નામથી શત્રુંજય ગિરિરાજનું નામ પુંડરિકગિરિ પડ્યું છે, તે પુંડરીકસ્વામીના જિનાલય તરફ આગળ વધતાં છેલ્લે ગંધારિયા ચૌમુખજીનાં દર્શન કરીએ.
મૂળનાયક શાંતિનાથ ભગવાનને “નમો જિણાણું' કહીને વંદના કરીએ. ત્રણ પ્રદક્ષિણા દઈને બધા પરમાત્માને વંદના કરીએ.
અકબર પ્રતિબોધક જગદ્ગુરુ હરસૂરીમહારાજ વિ.સં. ૧૬૫૦માં સિદ્ધગિરિ પધારેલા. તે વખતે ૭૨ સંઘો યાત્રા કરવા આવેલા. જગદ્ગુરુનો પરમભક્ત ગંધારનો શ્રાવક રામજી પણ આવ્યો હતો.
દાદાના દર્શન કરીને, પુંડરીકસ્વામીના દેરાસરની પાસેના ચોકમાં વ્યાખ્યાન ગોઠવાયું. અનેકે ચતુર્થવ્રત સ્વીકાર્યું. ગુરુદેવે રામજી શ્રાવકને આ સ્થળે યાદી અપાવી કે વ્રત લેવાનો આ ઉત્તમ અવસર છે. કેમ કે તમે પૂર્વે જણાવેલ કે એક પુત્ર થયા પછી હું આ મહાનવ્રત સ્વીકારીશ.
ગુરુભગવંતના વચનને ઉલ્લાસભેર સ્વીકારીને, ભરયુવાનવયે વાસનાને તિલાંજલી આપીને રામજી શ્રાવક અને તેની શ્રાવિકાએ (ઉંમર ૨૨ વર્ષ) ચતુર્થવ્રત ગ્રહણ કર્યું. તેની યાદમાં તે સ્થળે આ ગંધારિયા ચૌમુખજીનું જિનાલય બનાવ્યું. પરમાત્માને વંદન કરતી વખતે આપણે પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલનની શક્તિ મેળવીએ.
પછી ગોખલામાં ભગવાનને પોતાની પાસે લઇને ઊભેલી ૨૪ ભગવાનની માતાઓને પ્રણામ કરીને હવે આપણે આવ્યા છીએ; દાદાને એકીટસે જોવા માટે સતત તેમની સામે બેસી રહેલા પુંડરિક સ્વામી જિનાલયમાં.
| પુંડરીક સ્વામી પુંડરીક સ્વામી એ દાદાના પ્રથમ ગણધર હતા અને ચૈત્રી પુનમના દિવસે પાંચ ક્રોડ મુનિની સાથે નિર્વાણ પામ્યા હતા. અહીં જોવા જેવું તો એ છે કે, દાદા પુંડરીક
સ્વામીની સામે જોયા કરે છે અને પુંડરીક સ્વામી દાદાને જોયા કરે છે. કેવું મનોહર દેશ્ય છે. હે... જોયું ને ?. ચાલો... સ્તુતિ બોલીને ચૈત્યવંદન કરીએ... ચૈત્યવંદન પછી બે મિનિટ ભાવના ભાવવાની છે કે...
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૦૬