________________
ખંડિત બિંબના સ્થાને એવું નવું બિંબ ભરાવવાનો શ્રી સંઘે નિર્ણય કર્યો. સુરતના તારાચંદ શેઠ, નૂતન બિંબ ભરાવવાનો આદેશ લઇને, સુરતમાં વિધિપૂર્વક આદેશ્વરદાદા, બે કાઉસ્સગિયા પ્રભુ તથા ચરણપાદુકા તૈયાર કરાવીને, ગિરિવર ઉપર પહોંચ્યાં.
કર્માશાએ ભરાવેલા જૂના આદેશ્વરદાદાને ખસેડવા શિલ્પીઓ ગભારામાં દાખલ થયા ત્યારે ભયંકર અવાજ થયો. ગભરાઈને બહાર નીકળી ગયા. થોડીવાર પછી પ્રવેશ કરીને જૂના દાદાને ખસેડવા ગયા, ત્યાં “ના” “ના” એવા ભયંકર અવાજ થયા. સંઘે સારું મુહૂર્ત જોઇને ઉત્થાપવાનો નિર્ણય કર્યો. પણ રાત્રે સ્વપ્નમાં તારાચંદશેઠ અને પૂજારીને ચક્રેશ્વરી દેવીએ જણાવ્યું કે, “ઘણા વર્ષોથી આ બિંબ પૂજાતું આવ્યું છે. માટે ઉત્થાપશો નહિ. આથી ઉત્થાપનાનું કાર્ય પડતું રખાયું અને નવા પ્રતિમાજીઓને અહીં જિનાલય નિર્માણ કરી એમાં પધરાવવામાં આવ્યા. જે નવા આદેશ્વર દાદા'ના નામે ઓળખાય છે. આ ભમતીની શરૂઆત ત્યાંથી થાય છે. ત્યાંથી દર્શન કરતાં આગળ વધીએ.
આ દેરાસરમાં ૧૫મો ઉદ્ધાર કરાવનારા સમરાશાના પિતાશ્રી દેશલશાના મોટાભાઈ આસધર અને તેમના પત્ની રત્નશ્રીની મૂર્તિઓ પણ છે. બે નવપદજી આરસમાં કોતરેલા છે. બે ઉભા કાઉસગ્ગીયા પ્રભુ અને પાદુકા મનોહર છે. • મેરુ પર્વત : આગળ વધતાં મેરુપર્વત આવ્યો. અમદાવાદના માકુભાઈ શેઠ શત્રુંજય ગિરિરાજનો છ'રી પાલિત સંઘ લઈને આવેલા. તે સંઘની સ્મૃતિમાં તેમણે ત્રણ ગઢવાળો આરસનો મેરુપર્વત બનાવરાવ્યો છે. તેની ઉપર ચૌમુખજી બિરાજે છે. વંદના કરીએ “નમો જિણાë.” મેરુ પર્વત મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો છે. જેની ઉપર ભગવંતોનો જન્મ મહોત્સવ દેવો અને ઇન્દ્રો કરે છે.
બરાબર દર્શન કરીને આગળ દર્શન કરતાં સમવસરણ – સમેતશિખર મંદિરના દર્શન કરતાં અને વચ્ચેની જગ્યામાંથી રાયણવૃક્ષ પાસેથી નીકળીને હવે આગળ બધે દર્શન કરતાં કરતાં આ પગથિયાથી ઉપર ચડશું. ઉપર પણ ઘણા ભગવાન છે. ચૌમુખજી છે... ચાલો... ઉપર...! જુઓ ! આ સ્થાનની બરોબર નીચે દાદા બિરાજમાન છે. એથી કોઇના પગ ન આવે એટલે અહીં આ કોર્ડન કરી છે. બધા ભગવાનના દર્શન કરવાના છે. દર્શન કરતા જાઓ...!
હવે પાછા નીચે ઊતરશું. આ સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનના મંદિરના દર્શન કરતા ફરી ચોકમાં આવ્યા. અહીંથી પાછા દાદાના દર્શન કરીએ.
હવે ત્રીજી પ્રદક્ષિણા આપશું. પહેલા આ પાંચ ભવ્ય પ્રતિમાજીનું મંદિર છે. તે પાંચભાઈનું દેરાસર કહેવાય... આ છે બાજરીયાનું દેરાસર. આ છે નેમિનાથનું દેરાસર.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૦૪