________________
સીમંધરસ્વામી ભગવાનની પ્રતિમા ઉપર “આદેશ્વર ભગવાન' તરીકેનો લેખ છે, છતાં ગમે તે કારણસર આ પ્રતિમા સીમંધરસ્વામી તરીકે લોકોમાં પૂજાય છે.
આ જિનાલયમાં મા સરસ્વતીજીની પ્રાચીન પ્રતિમા દર્શનીય છે. પ્રણામ (ધર્મલાભ) કહીએ.
અબ તો પાર ભયે હમ સાધુ સીમંધરસ્વામીના જિનાલયની બહાર જમણી બાજુ કલાકારીગરીવાળા સુંદર આરસના ગોખલામાં પંચધાતુની સુંદર ગુરુમૂર્તિ છે.
સ્થાનકવાસી આત્મારામજી મહારાજને શાસ્ત્રોનો અભ્યાસ કરતાં સ્પષ્ટપણે સમજાયું કે મંદિર માર્ગ સાચો છે અને તેથી સ્થાનકવાસી મતનો ત્યાગ કરીને તેઓ શત્રુંજય ગિરિરાજ પધાર્યા. પરમાત્માના પાવન દર્શને તેમની આંખોમાંથી પશ્ચાત્તાપની અશ્રુધારા વહેવા લાગી.
અત્યાર સુધી પરમાત્માની મૂર્તિ અને તેની પૂજાનું ખંડન કર્યું; તેનો પશ્ચાત્તાપ કર્યો. પ્રતિમાવિરોધના પાપોમાંથી શી રીતે મુક્ત થવાશે ? તેવી વેદના-વ્યથામાંથી પરમાત્માની પ્રતિમાના દર્શન કરતાં જ તેમને મુક્તિ મળી ગઈ. આનંદથી તેઓ નાચી ઊઠ્યા ને તેમના મુખમાંથી પંક્તિઓ સરી પડી :
“શ્રી સિદ્ધાચલ દરશ કરી અબ તો પાર ભયે હમ સાધુ.”
આ આત્મારામજી મ.સા. મંદિરમાર્ગી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. તરીકે પ્રસિદ્ધ થયા. પંજાબ પ્રાંત ઉપર તેમણે ખૂબ જ ઉપકાર કર્યો છે. તેમની યાદમાં પંજાબ જૈન સંઘ તથા આત્માનંદ સભાએ (ભાવનગર) પંચધાતુની આ પ્રતિમા અહીં બિરાજમાન કરી છે. અહીં પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ. • બીજી પ્રદક્ષિણા : સીમંધરસ્વામીના જિનાલયની સામે તેના જેવું જ નવા આદેશ્વરજીનું જિનાલય છે. ત્યાંથી શરૂ થાય છે. • નવા આદેશ્વરજી : વસ્તુપાળ-તેજપાળે આ જિનાલય બંધાવ્યું છે. પૂર્વે આ જિનાલયમાં અન્ય ભગવંત બિરાજમાન હશે. પણ અઢારમા સૈકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. અચાનક ભયંકર કડાકા સાથે વીજળી પડી. દાદાના શિખરને ફાડીને મંદિરમાં પ્રવેશેલી વીજળી દાદાની નાસિકાને ઘસરકો લગાડવા દ્વારા ખંડિત કરીને જમીનમાં ઊતરી ગઈ.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૦૩