SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) વર્તમાનકાળે દરેક મહાવિદેહક્ષેત્રમાં ચાર-ચાર ભગવાન થઈને પાંચ મહાવિદેહક્ષેત્રમાં ૪ x ૫ = ૨૦ વિહરમાન તીર્થકરો વિચરી રહ્યા છે. (૫) ચાર શાશ્વતા જિનઃ ઋષભ, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાનસ્વામી = ૪. આમ, ૭૨૦ + ૧૬૦ + ૧૨૦ + ૨૦ + ૪ = ૧૦૨૪ જિનેશ્વરો થયા. તેમને અહીં વંદન કરીએ : નમો જિણાણે. ૧૪૫ર ગણધરના પગલા : ત્યાર પછી દાદાના જિનાલયની પાછળની દેરીઓને વંદના કરતા-કરતા આગળ વધીએ. એટલે આવે રાયણ પગલાં... અહીં ચૈત્યવંદન કરવાનું છે. રાયણવૃક્ષ પાસે નવ્વાણ પૂર્વવાર પરમાત્મા પધાર્યા હતા...! આ વૃક્ષતળે દાદાના ચરણ છે. આ વૃક્ષનો મહિમા અપરંપાર છે. વૃક્ષની ડાળ-ડાળે, પાંદડે-પાંદડે દેવતાઓનો વાસ છે. આ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપવાની અને જો એ વૃક્ષ ઉપરથી પ્રદક્ષિણા આપનાર ઉપર ખીર ઝરે તો તે વ્યક્તિ ત્રીજે ભવે મુક્તિ ગામી થાય છે. અહીં ત્રીજુ ચૈત્યવંદન થયું. ચૈત્યવંદન પછી અહીં બે મિનિટ બેસીને ભાવના ભાવવાની કે અહીં દાદાના ચરણની પૂજા થાય છે. ચરણનો બીજો અર્થ છે ચારિત્ર... પરમાત્માના ચરણ-કમલને પૂજીને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ માટેની માંગણી કરવાની છે, ચારિત્રનો મુખ્ય અર્થ છે - આત્મરમણતા... આત્મ રમણતા બાહ્ય ઉપભોગની સામગ્રી ઘટાડવાથી આવે છે. એટલે કે જેમ જેમ આપણે બાહ્ય સામગ્રીનો ઘટાડો કરીએ તેમ-તેમ આત્મ રમણતા આવે છે. આત્મ સુખનું કારણ વિરતિ છે. જેટલા અંશમાં આપણાથી શક્ય હોય તેટલા અંશે વિરતિનું પાલન કરવાથી આપણો ભાવ જે દેહ તરફ છે. તે દેહ તરફથી ઘટીને આત્મા તરફ થાય છે. એટલે આત્મભાવ પ્રગટે છે. ચાલો... હવે આગળ જઇએ... આ છે ૧૪પર ગણધર પાદુકા મંદિર. આ અવસર્પિણીકાળમાં ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના જે ૨૪ ભગવાન થયા છે. તેમના મુખ્ય શિષ્યોને ગણધર કહેવાય છે. ઋષભદેવના પુંડરીકસ્વામી વગેરે ૮૪ ગણધર હતા. તો મહાવીરસ્વામીના ગૌતમસ્વામી વગેરે ૧૧ ગણધરો હતા. ૨૪ ભગવાનના બધા મળીને કુલ ૧૪પર ગણધર હતા. તેઓના પગલાં અહીં સ્થાપન કરવામાં આવ્યા છે. તેમનો “નમો સિદ્ધાણં' કહીને વંદના કરીએ. • સીમંધરસ્વામીઃ આગળ વધતાં વસ્તુપાળ તેજપાળે બંધાવેલું જિનાલય આવ્યું. તેમાં રહેલા સીમંધરસ્વામી ભગવાનને વંદના કરીએ. અત્યારે મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી ભગવાન સદેહે વિચારી રહ્યા છે. ત્યાંથી મોક્ષમાં પણ જવાય છે. આપણે પણ તેમને વંદના કરીને મોક્ષની યાચના કરીએ. “નમો જિણાë.” શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૦૨
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy