SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાસાગર...! હે કૃપાલુ...! ઓ પરમાત્મા...! હે જગન્નાથ...! અહાહા...! મારા નાથ...! મારા નાથ...! ઓ કૃપાળુ...! ઓ પરમાત્મા..! પદ્માકર...! ઓ દિવાકર..! ઓ કરૂણાનિધાન...! વાહ રે દાદા... દાદા...! અહીં... પરમાત્માના કેવા અનુપમ દર્શન થઈ રહ્યા છે. બધા આજે ધરાઈ ધરાઈને દર્શન કરજો. આ મારા નાથના અંતરના દર્શન કરજો ... અહા..! પરમાત્માની નિર્મળ પવિત્ર એવી આંખોમાંથી કેવી અનુપમ કરુણાનો ધોધ વહી રહ્યો છે..! અરે..! જુઓ...! એ કરુણાના ધોધમાં આપણી કાયાને પવિત્ર કરી લઇએ...! બસ... બે મિનિટ મૌનપૂર્વક પરમાત્માના પવિત્રતમ મુખારવિંદને જોયા જ કરો. કેવા છે દાદા...! દાદા પાસેથી ખસવાનું મન જ થતું નથી... આ દાદા પાસે તો ગજબનું ચુંબક છે. કેવી કામણગારી મૂર્તિ છે. મારા નાથની...! ના એ મૂર્તિ નથી. સાક્ષાત્ મારો દાદો છે. દાદા... દાદા... ઓ પરમાત્મા...! મારા જગજીવન જગવાલા... ઓ મારા દાદા... ચાલો... હવે આપણે પહેલા ત્રણ પ્રદક્ષિણા આપશું અને બે ચૈત્યવંદન કરીને પછી અહીં છેલ્લે ચૈત્યવંદન કરશું. સમ્યમ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોને મેળવવા ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. ભગવાનને આપણી દક્ષિણ (જમણી) બાજુ રાખીને ફરવું, તેને પ્રદક્ષિણા કહેવાય.. ચાલો... વચ્ચે આવતાં જિનાલયોના દર્શન કરતાં કરતાં ઉત્તરોત્તર મોટી થતી પ્રદક્ષિણા દઇએ. • પ્રથમ પ્રદક્ષિણા : દાદાના દરબારમાંથી આપણી ડાબી બાજુથી બહાર નીકળી, સૌ પ્રથમ સહગ્નકૂટ મંદિરમાં રહેલા ૧૦૨૪ જિનેશ્વરોને વંદના કરીએ. “નમો જિણાણું.' (૧) આપણે ભરતક્ષેત્રમાં રહીએ છીએ. આવા પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રો છે. તે દરેકમાં તે-તે કાળે ૨૪-૨૪ ભગવાન થાય છે. તેથી આ દસ ક્ષેત્રોમાં ૧૦ x ૨૪ = ૨૪૦ ભગવાન વર્તમાનકાળે થયા. ગઈ ચોવીસીમાં પણ ૨૪૦ ભગવાન થયા હતા. આવતી ચોવીસીમાં પણ ૨૪૦ ભગવાન થશે. આમ ભરત-ઐરાવત ક્ષેત્રના ત્રણેકાળના ૨૪૦ + ૨૪૦ + ૨૪૦ = ૭૨૦ ભગવાન થયા. (૨) મહાવિદેહ ક્ષેત્રના ૩૨ વિભાગ છે. દરેક વિજય કહેવાય છે. તે દરેકમાં એકેક ભગવાન ગણીયે તો મહાવિદેહ ક્ષેત્ર કુલ પાંચ હોવાથી ૫ x ૩૨ = ૧૬૦ ભગવાન થાય. (૩) ચોવીસે ભગવાનના ચ્યવન (માતાના પેટમાં આવવું) જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ પાંચ કલ્યાણક ગણતાં ૨૪ x ૫ = ૧૨૦ થાય. શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૦૧
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy