________________
• દાદાની ટૂંક તરફ : ઘણા સમયથી આપણું મન આદેશ્વરદાદાના દર્શન કરવા થનગની રહ્યું છે. તેથી આપણે ડાબી બાજુના રસ્તે ઉપર ચઢીશું. જમણીબાજુના રસ્તે ચઢીને, પહેલાં નવટૂંકના દર્શન કરતાં કરતાં પણ દાદાની ટૂંકમાં જવાય છે.
જુઓ...! આપણે બે ગઢ ઉપર ચડ્યા ત્યાં સુધી શરીરની મમતાનો ત્યાગ કર્યો. પહેલા ગઢમાં અને બીજા ગઢમાં ખરાબ મનોવૃત્તિને ટાળી. એટલે ત્રીજા ગઢમાં કુદરતી દિવ્ય વાતાવરણ સર્જાયુ. આ ત્રીજા ગઢમાં ચડતા-ચડતા આપણને કેવા-કેવા મહાપુરુષોના જીવનને જોવાનો લ્હાવો મળ્યો. બસ.. માનવતા અને દિવ્યતાના જ વિચારો. જેમ સમવસરણના ત્રીજા ગઢમાં માનવો અને દેવો, સાધુ અને સાધ્વીજી ભગવંતો. તેમ આપણે પણ તન-મનને માનવતા, દિવ્યતા અને સાધુતાથી ભરી દીધા. કોઈની નિંદા કરવી નહીં. બસ.. મહાપુરુષોની અનુમોદના, ગુણાનુરાગ, ગુણાનુવાદની વાત કરી છે. એ રીતે ત્રીજા ગઢ ઉપર આપણે સ્થિર થઈને સિંહાસન ઉપર બિરાજમાન પરમાત્માને ભેટવાનું છે. તો સિંહાસન એટલે ભવ્યાતિભવ્ય ઉજીંગ મંદિરોની શ્રેણી એ ભવ્ય સિંહાસન છે. • તાલધ્વજગિરિ : મનોહર વળાંકવાળા રસ્તે આપણે ઉપર જઈ રહ્યા છીએ. ડાબી બાજુ દૂર દૂર તાલધ્વજ (તળાજા) દેખાય છે. અહીંથી જ વંદના કરીએ, “નમો જિણાણું.”
નીચે જોતાં ખૂબ મનોહર અને આહલાદક દ્રશ્ય દેખાય છે. શત્રુંજય નદી ખળખળ વહી રહી છે. આપણે તો હાલ ઉપર તરફ આગળ વધવાનું છે. • જાલી-મયાલી-વિયાલી : આ જમણી બાજુ પહાડ ઉપર નાના-નાના પગથીયા દેખાય છે. ત્યાં પર્વતમાં જાલી, મયાલી અને ઉવયાલીની પ્રતિમા કોતરેલી છે. તેઓ શ્રીકૃષ્ણના પુત્રો હતા અને નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને અનશન કરીને આ શત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. આપણે તેમને વંદન કરીએ. ‘નમો જિણાણું.'
[ રામપોળ પ્રભુજી ! આવી રામપોળ કે... સામા મોતીવસહિ રે લોલ...
થોડા પગલાં આપણે આગળ વધ્યા ત્યાં તો સામે મોટો જે દરવાજો દેખાય છે, તેનું નામ છે રામપોળ.
શત્રુંજયની દેવનગરીમાં પ્રવેશ આપતો “ગેટ વે ઓફ શત્રુંજય તરીકે રામપોળનું સ્થાન ગણાય છે. મોતીશા શેઠનો એક માણસ રામજી હતો, તેની યાદમાં રામપોળ નામ પડ્યું છે. ડાબીબાજુ દહીં વેચવાવાળા બેઠેલાં છે. જમણી બાજુ પાણીની મોટી પરબ છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૮૯