________________
| તીરથની આશાતના નવિ કરીએ - ગિરિરાજ ઉપર કાંઇ પણ ખવાય નહિ. કેટલાક લોકો અહીં દહીં, બિસ્કીટ કે અન્ય ખાદ્યપદાર્થો ખાય છે. પણ તેમને ખબર નથી કે ગિરિરાજ ઉપર કાંઈ પણ ખાવું તે ગિરિરાજની ભયંકર આશાતના છે. તીર્થધામની આશાતના મનથી પણ ન થઈ જાય તેની કાળજી રાખવાની છે.
હવે કુલ પાંચ દ્વાર આવશે. રામપોળ, સગાળપોળ, વાઘણપોળ, હાથીપોળ અને રતનપોળ. તેની વિચારણા આવી થઈ શકે કે -
આપણો આત્મા પાંચ પ્રકારથી કર્મબંધ કરે છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગથી..
આપણે અહીં સુધી આવ્યા પછી હવે પ્રથમદ્વારમાં પ્રવેશતા મિથ્યાત્વને દૂર કરવું એટલે ખોટી વિચારણાને દૂર કરવી. બીજા પ્રવેશદ્વારમાં પ્રવેશતા અવિરતિ - એટલે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહને દૂર કરવા. ત્રીજા પ્રવેશદ્વારમાં પ્રવેશતા પ્રમાદને નિંદા - વિકથાઓને દૂર કરવા. ચોથા દ્વારમાં પ્રવેશતા અશુભ યોગોને છોડવા એટલે મનથી ખરાબ વિચારવું નહિ, વચનથી ખરાબ બોલવું નહિ, કાયાથી ખરાબ પ્રવૃત્તિ કરવી નહિ અને એ રીતે કર્મબંધથી મુક્ત બનેલો આત્મા સિદ્ધિને પામે તેમ આપણે પણ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી આદિનાથ ભગવાનને પામીને સર્વ કર્મથી આંશિક રીતે મુક્ત બનવારૂપ હળવાફૂલ બની શકીએ છીએ. • પંચશિખરી જિનાલય : રામપોળના દરવાજામાં આપણે પ્રવેશ્યા એટલે સામે જમણી બાજુ પાંચ શિખરવાળું વિમલનાથ ભગવાનનું જિનાલય આવ્યું. અંદર પ્રવેશીને દર્શન કરીએ. “નમો જિણાણં'. આ દેરાસર ઔરંગાબાદના શેઠ વલ્લભભાઇ મોહનદાસે કરાવેલ છે. • ત્રિશિખરી જિનાલયઃ પછી બાજુમાં સુમતિનાથ ભગવાનનાં ત્રણ શિખરવાળા જિનાલયમાં પ્રવેશ કરીને દર્શન કરીએ. “નમો જિણાણું'. આ જિનાલય સુરતના દેવચંદ કલ્યાણજી શેઠ પરિવારે કરાવેલ છે. • મોતીશાની ટૂંક : બહાર નીકળ્યા એટલે બાજુમાં મોતીશાશેઠની ટૂંકનો ભવ્ય દરવાજો દેખાય છે. આપણને તો દાદાને ભેટવાની ઉતાવળ છે, તેથી બહારથી જ ટૂંકમાં બિરાજમાન આદેશ્વર ભગવાનને “નમો જિણાણું” કહીને વંદના કરીને આગળ વધીએ. આ ટૂંકમાં ૧૬ મંદિરો અને ૧૨૩ નાની દેરીઓ છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૯૦