________________
પૂર્વભવની માતા પણ વૈરી બનીને વાઘણ થઇને આવીને સામે જ બંને મહાત્માઓને જોયા અને વૈર ભભૂક્યો. ભયંકર કાળ ચડ્યો. એક જોરદાર કૂદકો મારીને તે આખી કાયાને ફાડી નાખી. મુનિવર તો ગિરિરાજના ધ્યાનમાં એકાકાર બનીને તરત જ કેવળજ્ઞાન પામીને કાયાની માયા છોડી મુક્તિધામમાં પહોંચી ગયા. પુત્રના દાંતમાં સોનું જડાવેલ, તે નજરે ચડતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું કે અરે...! આ તો મારો પુત્ર..! ત્યાં જ કીર્તિધર મુનિએ તેને સાંત્વના આપી ધર્મ પમાડ્યો. વાઘણ પણ અનશન કરીને દેવગતિને પામી. આ છે ગિરિરાજનો પ્રભાવ... તેની સ્મૃતિમાં સુકોશલ મુનિના પગલા છે. • નમિ-વિનમિ : પરમાત્મા ઋષભદેવ ભગવાન દીક્ષા લીધા પછી સાધના કરતા હતા ત્યારે, રાજ્યનો ભાગ મેળવવા નમિ-વિનમિએ પ્રભુની ખૂબ સેવા કરી હતી. જેનાથી પ્રભાવિત થઇને વંદન કરવા આવેલા ધરણેન્દ્ર તેમને ૧૬૦૦ વિદ્યાઓ અને વૈતાઢય પર્વત ઉપરના ૧૧૦ નગરોનું રાજય આપીને વિદ્યાધર બનાવેલા. પરમાત્માની સેવા કદી પણ નિષ્ફળ જતી નથી.
આ નમિ અને વિનમિ ફાગણ સુદ ૧૦ના દિને શત્રુંજય ગિરિરાજ ઉપર બે કરોડની સાથે મોક્ષે ગયા. “નમો સિદ્ધાણં.'
નમિ અને વિનમિ પરમાત્મા ઋષભદેવની સેવા કરી રહ્યાં છે, તે દ્રશ્યને જણાવતી પ્રતિમા, ઉપર દાદાના દરબારમાં રાયણ પગલાંની પાસે દેરીમાં છે. કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભેલા ઋષભદેવ ભગવાનની આજુબાજુ ઊભેલા નમિ વિનમિકુમારના હાથમાં રહેલી તલવારમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાય છે. બાજુમાં બાહુબલીજી અને ભરતજીની મૂર્તિ પણ છે. બ્રાહ્મી અને સુંદરી (ઋષભદેવની પુત્રી)ની મૂર્તિ પણ તેની અંતર્ગત છે. આપણે ઉપર પહોંચીશું ત્યારે તેના અચૂક દર્શન કરીશું. હાલ તો આપણે ઉપર ચઢવાનું ચાલુ રાખીએ. • હનુમાનધારા: આ આવી હનુમાનધારા ડાબીબાજુ ઘટાદાર વડલા નીચે પાણીની પરબ દેખાય છે. જમણી બાજુ હનુમાનજીની મૂર્તિ દેખાય છે. ચોતરા ઉપર ઋષભદેવ ભગવાનના પગલાં છે. ચાલો, વંદના કરીએ : “નમો જિણાણું.”
ઉપર ચઢવા માટે હવે સામે બે રસ્તા દેખાય છે. માટે મૂંઝાઈ ગયા? મૂંઝાવાની જરાય જરૂર નથી. જુઓ ડાબી તરફના રસ્તા પાસે દાદાની ટૂંક તરફ જવાનો રસ્તો અને જમણી તરફના રસ્તા પાસે નવ ટૂંક તરફ જવાનો રસ્તો એવા બોર્ડ લગાડેલા વંચાય છે ને ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૮૮